ગુજરાતટોપ ન્યૂઝ

સુરતની પીપોદરા GIDCના પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ, જિલ્લાની તમામ ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Text To Speech

સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઇડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા વિભાગ દોડતું થયું હતું. એટલી ભીષણ આગ લાગી છે કે ત્રણથી ચાર કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જોતજોતામાં જ આગે આખા ગોડાઉનને લપેટમાં લઇ લીધું હતું. સદ્નસીબે હજાર સુધી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

આગ પ્લાસ્ટિકના વેસ્ટેજ ગોડાઉનમાં લાગ્યો હોવાનું જાણવા મળતાં સમગ્ર જિલ્લાને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચી હતી. જીઆઈડીસીમાં આવેલા વેસ્ટિજ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. તેમજ અન્ય ખાનગી કંપનીઓની ગાડીઓ પણ આગ ઉપર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે પર પહોંચીને જોતરાઈ ગઈ છે.

આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી આગ ઉપર કાબુ મેળવાયો નથી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે ફાયરવિભાગને પણ આગને નિયંત્રણમાં લેવાનું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તેમજ પવનનું જોર હોવાથી આગ ઉપર સ્વાભાવિક રીતે જ ઝડપથી કાબૂ મેળવી શકાયો  પ્લાસ્ટિક હોવાને કારણે આગ સતત ભભૂકી રહી છે. 12 વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ ભીષણ હોવાને કારણે જીઆઇડીસીની આસપાસની મિલોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button