પાલનપુરમાં દેહદાન અંગદાન સંકલ્પ કરનાર ગૃહસ્થનું સન્માન કરવામાં આવ્યું
પાલનપુર: જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર શહેરમાં છેલ્લા 10 વર્ષથી સેવાના અનેક કાર્યક્રમ કરે છે. જેમાં વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તકો ભેટમાં આપવા, રક્તદાન,નેત્રદાન, અંગદાન,દેહદાન મહાદાન ના અવેરનેસનું કાર્ય ,પાણીની પરબ નું આયોજન, ગૌસેવા, જીવદયા, જીવ સેવા, પક્ષી બચાવો અભિયાન, જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન એવા અનેક સેવા કાર્યો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જનસેવા ગ્રુપનો પ્રથમ ફેમિલી સ્નેહ મિલન કાર્યક્રમ પાલનપુર શહેરમાં યોજાયો હતો. જેમાં ગ્રુપના દરેક સભ્યો અને નાના બાળકો દ્વારા ગેમ, અંતાક્ષરી, ગરબા વિવિધ આનંદદાયક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને આગામી સેવા કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી.
દેહદાન અંગદાન સંકલ્પ કરનાર ગૃહસ્થનું કરવામાં આવ્યું સન્માન
દેહદાન અંગદાન સંકલ્પ કરનાર સંપતભાઈ બોડાણાનું ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં કરેલા સેવા કાર્યોની વિગતવાર માહિતી પણ ગ્રુપના જયેશભાઈ સોની દ્વારા આપવામાં આવી હતી.
જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના સભ્યોને શ્રીમદ ભગવત ગીતા અર્પણ કરાઇ
ગ્રુપના ફેમિલી સ્નેહ મિલન કાર્યક્રમમાં દરેક પરિવારને શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક આપવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે શ્રીમદ ભગવત ગીતામાં દુનિયાના દરેક પ્રશ્નોનો ઉકેલ આપણને મળતો હોય છે અને શ્રીમદ્ ભગવતગીતા એ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી વર્ણન કરવામાં આવી હતી.
ભગવત ગીતા એ આ સૃષ્ટિ પરનો ઉત્તમ પવિત્ર ગ્રંથ છે, તેનો પ્રચાર પ્રસાર જનસેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પતંજલિબેન પ્રજાપતિ, અહેમદભાઈ હાડા, અશોકભાઈ પઢિયાર,કમલેશભાઈ સોની, ભાઈચંદભાઈ પટેલ,રાજુભાઈ સૈની,જયેશકુમાર સોની, દિપીકા સોની,નીતિનભાઈ પટેલ, સંપતભાઈ બોડાણા,મોહનભાઈ ચાવડા,સાગરભાઈ, તેજસભાઈ,સરદારભાઈ, ઉપેશભાઈ, સ્નેહલબેન રાવલ,ભરતભાઈ પંચાલ,વિપુલભાઇ ઠાકર તથા ગ્રૂપના તમામ સભ્યોએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો :ગૃહરાજ્યમંત્રીએ વ્યાજખોરોને અંગે કહી મહત્વની વાત, હવે ચેતવણી નહીં પણ એક્શન લેવાશે