અમદાવાદગુજરાત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ઘરફોડ કરતી ટોળકી ઝડપાઈ

Text To Speech

અમદાવાદ શહેરમાં મહિનામાં એક-બે ઘરફોડની ઘટના બનતી જ હોય છે, ત્યારે હવે આવીજ એક ગેંગ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થઈ હતી. જેના અનેક ગુના નોંધાઈ ચૂક્યા હતા. છતાં તે પકડમાં નતા આવતાં. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ કરતી ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જે બાદ તેમણે સાત ગુના કબુલ્યા છે.

એલસીબીની ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ કરતી ગેંગને ઝડપ્યા બાદ તેઓ કેવી રીતે ચોરી કરતા હતા તેની હકીકત જાણતાં તેઓને જણાવ્યું કે ગણતરીની સેકન્ડમાં આરોપીઓ કોઈના પણ ઘરમાં પ્રવેશ કરી જતા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એક જગ્યાએ રેકી કર્યા બાદ તેઓ તે વિસ્તારમાં ફરી ચોરી કરતા ન હતા. નવા વિસ્તાર તરફ ભાગી જતા હતા ત્યાં નવો બંગલો કે સોસાયટી ટાર્ગેટ કરતા હતા.

અમદાવાદ ગ્રામ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરતા હતા ચોરી:

જેમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચોરો ચોરી કરતાં હતા તે જ રીતે તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રિના અંધારાનો લાભ લઈ આ ટોળકી ઘરોમાં ધુસીને સોના ચાંદીની ચોરી કરતાં હતા.

ચોરીમાં પકડાયેલ આરોપીઓ:

પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર અને તેના બે સાથી અલ્પેશ પટેલ અને અશોક પટેલ સાથે મળીને રાત્રિના સમયે ઘરની અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરતા હતા.

ચોરી કર્યા બાદ સોનું-ચાંદી બેંક લોકરમાં મુકતા:

ઘરફોડ ટોળકી-HDNEWS

આરોપીઓ ચોરી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જતા હતા અને ચોરી કરેલી સોનાના દાગીના પોતાના પરિવારના સભ્યોને આપતા હતા. અન્ય ચોરીના દાગીનાઓ અલગ અલગ બેંકની અંદર લોકર ખોલાવીને મુકતા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સોનાના દાગીના જેની કિંમત કુલ 20 લાખ છે. સાથે ત્રણ મોબાઈલ એક બાઈક મળીને કુલ 22,15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેંગના પકડાયેલા તમામ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત ATSનું રાજકોટમાં મોટું ઓપરેશન, અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?

Back to top button