ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

મેટ્રોના ખોદકામ દરમિયાન સુરતમાંથી મળી આવી ઐતિહાસિક વસ્તુ, લોકો પણ થયા આશ્ચર્યચકિત

Text To Speech

સુરતમાં મેટ્રો લાઈનના ખોદકામ દરમિયાન જમીનમાંથી 16મી સદીની વસ્તુઓ મળી આવી હતી. આ સમાચાર સાંભળી સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલા સ્થળ પર દોડી આવ્યા હતા.

સુરતમાં અનેક વખત ખોદકામ દરમિયાન ઐતિહાસિક ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. આપણી સંસ્કુતિને દર્શાવી એવી ઐતિહાસિક ચીજ વસ્તુઓ મળી આવતા સૌ કોઈને તેને જોવામાં અને તેના વિશે જાણવામાં કુતૂહલ સર્જાતુ હોય છે. ત્યારે આજે સુરતમાં ફરી વાર મેટ્રોની કામગીરી દરમિયાન આવી ઐતિહાસિક ચીજ વસ્તુઓ મળી આવતા સ્થાનિક લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.

ઐતિહાસિક વસ્તુઓ-humdekhengenews

ઐતિહાસિક તોપના નાળચા મળી આવ્યા

સુરતની અલગ-અલગ જગ્યાઓ પર મેટ્રો લાઈનની કામગીરી માટે ખોદકામ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સુરતના ચોક બજારથી કોર્પોરેશન તરફ જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ પાસેથી જૂની ઐતિહાસિક તોપના ત્રણ નાળચા મળી આવ્યા હતા જેને પહેલાના સમયમાં યુદ્ધમાં હથિયાર તરીકે વાપરવામાં આવતા હતા. આ સમાચાર સાંભળતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ સ્થળ પર દોડી ગયા હતા. અને આ તોપના નાળચાની પરખ કરી હતી. અને તેમણે જણાવ્યું હતું કે આ ત્રણેય તોપના નાળચાની લંબાઈ 5 થી 7 ફૂટ છે. આ વિસ્તાર નજીક જ ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે.

ઐતિહાસિક વસ્તુઓ-humdekhengenews

તોપો મુઘલ સલ્તનતના સમયની હોવાની શક્યતા

સુરતમાં મેટ્રોની કામગીરી માટે થઇ રહેલા ખોદકામ દરમિયાન ઐતિહાસિક વસ્તું મળી આવીના સમાચાર વાયુવેગે પ્રસરતા અહી લોકોનો જમાવડો થઇ ગયો હતો. સાથે જ આ માહીતી મળતા પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ તોપના નાળચાની પરખ કરવાની કામગીકી હાથ ધરી હતી. ત્યારે આ ત્રણેય તોપ મુઘલ સલ્તનત અને અંગ્રેજોના સમયની હોવાની ચર્ચા છે. ત્યારે હાલ ત્રણેય તોપને સુરતના કિલ્લામાં રાખવામાં આવી છે. તોપના નાળચાને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શની માટે મુકવામાં આવશે. તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :ભરુચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, ઘટનાને પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા

Back to top button