ગુજરાત

ગુજરાતનો હિન્દુ યુવાન ઇન્સ્ટાગ્રામથી યુવતીનો સંપર્ક થતા 5 વખત નમાજ પઢવા માંડયો

  • પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો
  • હિન્દુ સંગઠનની સમજાવટ છતા ન માનતા મામલો પોલીસમાં પહોંચ્યો
  • આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો અને ત્યાં પાંચ સમયની નમાજ પઢતો

ગુજરાતનો હિન્દુ યુવાન ઇન્સ્ટાગ્રામથી યુવતીનો સંપર્ક થતા પાંચ વખત નમાજ પઢવા માંડયો છે. જેમાં બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો થયો છે. તેમજ હિન્દુ સંગઠનની સમજાવટ છતા ન માનતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. તેમાં બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી તેમ યુવાનના પિતાએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો: બિસ્કીટ ખરીદવા આવેલ ટાબરીઓ દુકાનમાંથી રૂ.10 લાખ ચોરી ગયો 

પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો

ઇન્સ્ટાગ્રામથી બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવેલ જેતપુરનો યુવક તેને પરણવા ધર્મપરિવર્તન માટે તૈયાર થઇ જતા તેના પિતાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સંગઠનોએ યુવકને સમજાવ્યો પરંતુ તે ન માનતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. જેતપુર શહેરના પંચપીપળા રોડ પર રહેતો હિન્દુ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે આશીષે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે અને યુવક પણ લગ્ન કરવા તૈયાર છે.

આ પણ વાંચો: સમગ્ર દેશના માઈભક્તોમાં આનંદ અને હર્ષની લાગણી થાય તેવા સમાચાર 

આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો અને ત્યાં પાંચ સમયની નમાજ પઢતો

આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો અને ત્યાં તે રોજ પાંચ સમયની નમાજ પઢવા લાગતા બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીએ પુત્રનું બ્રેઇન વોશ કર્યુ હોવાથી પુત્ર ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. યુવકે પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવ્યાનું અને નામ શેખ મોહમ્મદ અલસમી લખાવ્યાનું યુવક જણાવે છે. આ અંગેની જાણ વિશ્વ હિન્દુ પરિષદને કરાતા આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશિષને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ધર્મપરિવર્તનની વાત જ પકડી રાખતા પિતાના વિરોધથી મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Back to top button