કરાચીમાં હિન્દુ પરિવારના ફૂડ સ્ટોલને મળે છે ભરપૂર પ્રેમ!
- હિન્દુ પરિવાર પાકિસ્તાનમાં ચલાવે છે ફૂડ સ્ટોલ
- “કવિતા દીદી કા ભારતીય ખાના” નામે ચલાવે છે ફૂડ કોર્ટ
- આ સ્ટોલ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય છે
કરાંચી, 12 મે: પાકિસ્તાની બ્લોગરે કરાચીમાં એક હિન્દુ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા ફૂડ સ્ટોલની મુલાકાત લીધા પછી તેનો અનુભવ શેર કર્યો. “કવિતા દીદી કા ભારતીય ખાના” એ ફૂડ કાર્ટનું નામ છે જે કવિતા અને તેના પરિવારના સભ્યો કરાચીમાં કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પાસે ચલાવે છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં, કરમત ખાને એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કવિતાના સ્ટોલની મુલાકાતના તેમના અનુભવનું વર્ણન કર્યું. શાકાહારી અને માંસાહારી બંને ખાદ્યપદાર્થો પરિવાર દ્વારા રાંધવામાં આવે છે અને તેમનો આ સ્ટોલ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય છે.
આ ફૂડ સ્ટોલની વિશેષતા પાવભાજી, વડાપાવ અને દાલ સમોસા છે. કરાચીના કેટલાક રહેવાસીઓએ કરમતને કહ્યું, કે કવિતા દ્વારા વેચવામાં આવતી દરેક ખાદ્ય સામગ્રી એકદમ સ્વાદિષ્ટ હોય છે. કરમત ખાને એમ પણ કહ્યું કે કરાચીમાં હિંદુ પરિવાર દ્વારા વેચવામાં આવતી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ સૌ કોઈ માણે છે. કરમત ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: નેપાળના કામી રીતા શેરપાનો વિશ્વવિક્રમ, 29મી વખત માઉન્ટ એવરેસ્ટ કર્યું સર