ભારતીય સંસ્કૃતિનો વારસો ભૂલતા જતા લગ્ન ગીત અને ફટાણાંની અનોખી સ્પર્ધા
પાલનપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા ગુજરાત ઉત્તર પ્રાંતની લગ્નગીત સ્પર્ધા પાલનપુર ખાતે યોજવામાં આવી હતી.ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો વારસો હવે ધીમે ધીમે ભૂંલાઈ રહ્યો છે.અને લોકોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું આકર્ષણ વધી રહ્યુ છે. તેના કારણે સંયુક્ત કુટુંબ હવે વિભક્ત કુટુંબ બનવા લાગ્યા છે. માનવ હવે લાગણીઓનો છેદ ઉડાડી રહ્યો હોય તેમ કોઈની ય પાસે હવે શાંતિથી બેસીને વાત કરવાનો સમય પણ નથી. તેના કારણે લગ્ન જેવા માંગલિક પ્રસંગો પણ માત્ર ફોર્માલીટી પુરી કરવા માટે હોય તેમ હવે લગ્ન સમારોહ દરમિયાન ગાવામાં આવતાં લગ્ન ગીત અને ફટાણાં ભૂલાતા જાય છે.ત્યારે ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં સંવેદના યથાવત રહે તે માટેનો પ્રયત્ન કરે છે. જેમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયો કાર્યક્રમ
પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના પ્રમુખ ડો.અમિતભાઈ અખાણી, મહિલા સંયોજીકા શ્રીમતી સોનલબેન મોઢ તેમજ ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખાના પ્રમુખ ડો.મિહિરભાઈ પંડ્યા,મંત્રી વિશ્વેશભાઈ જોશી, સંયોજક રાજેશભાઇ ઠાકર, સહસંયોજક કિરણભાઈ સોની પશ્ચિમ શાખા ના પ્રમુખ ભરતભાઈ જોશી, મંત્રી મયુરભાઈ સોની, સંયોજક અનિલભાઈ લીંબાચીયા ,સહસંયોજક લાલજીભાઈ જુડાલ તેમજ તેમની ટીમ દ્વારા લગ્ન ગીત હરિફાઇનું આયોજન રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
તેમાં ઉત્તર ગુજરાતની વિવિધ શાખાઓમાંથી ૧૫ ટીમો આવી હતી. ભાગ લેનાર બહેનો દ્વારા લગ્નગીત અને ફટાણાં ખૂબ જ સુંદર રીતે ગાઈને ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.સંસ્થાની બાલિકાઓ દ્વારા સુંદર ગણેશ વંદના નૃત્ય કરવામાં આવ્યું હતું. અને ભાગ લેનાર મહિલા સભ્યોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . મહિલા સંયોજીકા નિમાબેન પંચાલ તથા અંજનાબેન જોષી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવનાબેન રાવલ અને કમલભાઇ ચંદારાણા દ્વારા કરવામાં આવ્યું હતું. લગ્નગીત હરિફાઈનો આનંદ અને ઉલ્લાસ ભર્યા માહોલમાં પ્રારંભ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલે કરાવ્યો હતો. ભારતીય પોશાકમાં ઉપસ્થિત સ્પર્ધકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સમાપન સત્ર તેમજ ઇનામ વિતરણ માટે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.
આ પ્રસંગે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેનો પ્રયત્ન ખૂબ જ આવકારદાયક છે. અને દિવસે દિવસે ભુલાઈ રહેલા ભારતીય સંસ્કૃતિને જાળવવા ભારત વિકાસ પરિષદના પ્રયત્નને આવકારું છું. અને પોતે પણ ભારતીય સંસ્કૃતિને જાળવનાર નાટ્ય કલા સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું. લોકોએ તેમના પર ભરોસો મૂકી અને તે જવાબદારી સોંપી છે તેમાં તેઓ ખરા ઉતરશે . કાર્યક્રમના અંતમાં સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા .ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતના આ લગ્ન ગીત કાર્યક્રમને પાલનપુર બંને શાખાની સમગ્ર ટીમના અથાગ પ્રયત્નો દ્વારા સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો :રક્તદાન મહાદાનઃ પ્રમુખ સ્વામી નગરમાં રોજ આટલુ બ્લડ ડોનેટ થાય છે