પાલનપુરના પ્રસિદ્ધ યાત્રાધામ બાલારામમાં ₹ 25 માં ભરપેટ ભોજન
- માટીના વાસણમાં બાજરી રોટલા, કઢી, શાક બનાવાય છે
- દેશી ભોજનની ભૂખ અહીંયા સંતોષાશે
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા પૌરાણિક મહાદેવના મંદિર બાલારામ ખાતે હવે યાત્રિકોને દેશી ભોજનનો આસ્વાદ માણવા મળશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ધુડાભાઈ જોશી એ નવો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. અહીંયા તમને માત્ર રૂપિયા 25/- માં બાજરીના રોટલા, બટાટાનું શાક અને કઢીનું દેશી ભોજન મળી રહેશે, અને તે પણ માટીના વાસણમાં આ રસોઈ તૈયાર કરવામાં આવે છે.
પાલનપુરના પ્રસિદ્ધ યાત્રાધામ બાલારામમાં રૂપિયા 25 માં ભરપેટ ભોજન#palanpur #palanpurupdate #news #NewsUpdate #pilgrimage #meal #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/GOE0zFrCJS
— Hum Dekhenge News (@humdekhengenews) February 8, 2023
હાઇજેનિક ફૂડનો સ્વાદ માણવા બાલારામ દર્શને આવતા યાત્રિકોને આ સુવિધા મળવી શરૂ થઈ છે. એ જ રીતે દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ ખાતે પણ આ જ પ્રકારે ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.
અહીંયા ખેતલા બાપા નું મંદિર આવેલું છે. જ્યાં આજુબાજુથી મોટી સંખ્યામાં ભાવિકો બાધા પૂરી કરવા અને દર્શને આવે છે. તેમને પણ રૂપિયા 25/- માં આ પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે. રૂપિયા 25/- માત્ર ટોકન સ્વરૂપે લેવામાં આવે છે.
જેનાથી રસોઈ સહિતની કામગીરી સંભાળતા કર્મચારીઓના પગારનો ખર્ચ નીકળી શકે. આ ભોજનશાળામાં દાતાઓ તરફથી બટાટા તેમજ બાજરી જેવી સામગ્રી દાન આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર રૂ. 2/- માં કઢી- ખીચડીનો પ્રસાદ જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો.
જે આજે પણ અવિરત ચાલી રહ્યો છે. અને અનેક લોકોના જઠરાગ્નિને શાંત કરી રહ્યો છે, ત્યારે હવે દેશી ભોજન માટે જે લોકો હોટલોમાં જાય છે તેમણે અહીંયા દર્શન સાથે ભોજનનો લાભ લેવા જેવો છે.
આ પણ વાંચો : પાલનપુરના ડીસામાં વરલી મટકાનો જુગાર રમતા 12 જુગારી પર સ્ટેટ મોનિટિંગ સેલ ત્રાટક્યું