- જેલમાં લાંબી સુરંગ ખોદી ભાગી છૂટવાના કરેલા નિષ્ફ્ળ પ્રયાસ
- 24 આરોપીઓમાંથી 14 આરોપીઓ તો સીરીયલ બ્સાસ્ટ કેસમાં દોષિત
- યાર્ડ નંબર-4થી દિવાલથી જેલની મુખ્ય દિવાલ સુધી આ સુરંગ ખોદી કઢાઇ
અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગકાંડ કેસમાં આજે સુનાવણી થશે. જેમાં 10 વર્ષ બાદ કેસની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. 24 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ. સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓએ જેલમાંથી ભાગવા પ્રયાસ કરેલો હતો. ષડયંત્ર, પ્રિઝનર્સ એક્ટ, આઈપીસીના ગુનાઓ હેઠળ તહોમતનામું ફરમાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ કાર્ડિયાક ઈમરજન્સીના કેસ આવ્યા, આંકડો છે ચોંકાવનારો
જેલમાં લાંબી સુરંગ ખોદી ભાગી છૂટવાના કરેલા નિષ્ફ્ળ પ્રયાસ
24 આરોપીઓમાંથી 14 આરોપીઓ તો સીરીયલ બ્સાસ્ટ કેસમાં દોષિત ઠર્યા છે. શહેરમાં સીરીયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા સાબરમતી જેલમાં લાંબી સુરંગ ખોદી ભાગી છૂટવાના કરેલા નિષ્ફ્ળ પ્રયાસના ચકચારભર્યા કેસમાં અત્રેના એડિશનલ સેશન્સ હરેશકુમાર એચ.ઠક્કરે કુલ 24 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ કર્યો હતો. આરોપીઓ વિરૂધ્ધ ષડયંત્ર, પ્રિઝનર્સ એકટ, આઇપીસી સહિતની વિવિધ કલમો હેઠળ તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. જે 24 આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો છે, તેમાંથી 14 આરોપીઓ તો સીરીયલ બ્સાસ્ટ કેસમાં દોષિત ઠર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, સિંગતેલના ભાવ ઘટ્યા
યાર્ડ નંબર-4થી દિવાલથી જેલની મુખ્ય દિવાલ સુધી આ સુરંગ ખોદી કઢાઇ
ચકચારભર્યા સુરંગ કાંડ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર એચ.એમ.ધ્રુવ તરફ્થી અદાલતના ધ્યાન પર કેસની સંવેદનશીલ હકીકત મૂકાઇ હતી કે, સાબરમતી જેલમાં સીરીયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ પણ હતા અને તેઓએ જેલમાંથી ભાગી છૂટવા માટે અન્ય આરોપીઓ સાથે કાવતરૂં રચી જેલમાં યાર્ડ નંબર-4માં બાથરૂમ અને અવાવરૂ જગ્યા પાસે 196.6 ફુટ લાંબી અને 16.50 ફુટ ઉંડી સુરંગ ખોદી કાઢી હતી. આરોપીઓએ સુરંગ ખોદી તે વાતની કોઇને જાણ ના થાય તે માટે તેની માટી બગીચા અને તેની આજુબાજુમાં પાથરી દીધી હતી. યાર્ડ નંબર-4થી દિવાલથી જેલની મુખ્ય દિવાલ સુધી આ સુરંગ ખોદી કઢાઇ હતી. આમ, આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરાર થઇ જવા માટે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઇપીકો કલમ-130,120, પ્રિઝનર્સ એકટની કલમો હેઠળ ગંભીર ગુનો આચર્યો હોઇ અદાલતે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે હવે આ કેસમાં ટ્રાયલચલાવવા માટે આરોપીઓ વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરવો જોઇએ.