મોરબી દુર્ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તો માટે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટકોર


મોરબી ઝૂલતા પૂલ ઘટનાને લઈને હાઈકોર્ટની ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરી મોરબી ઘટનાને લઈને સરકાર પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે ઝૂલતો પૂલ તૂટી જવાથી મોતનું તાંડવ સર્જાયુ હતુ. જેમાં 135 લોકોના મોત થયા છે તેમજ કેટલાક લોકો ગંભિર રીતે ઘાયલ પણ થયા હતા. ત્યારે આ ઘટનાને લઈને નગરપાલિકા અને રાજ્ય સરકારે સોગંદનામુ કર્યુ છે. જે સોગંદનામા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવાર જનોને વધારાનું વળતર ચૂકવવામાં આવશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડીસાના યુવકે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરતા અફરાતફરી
મોરબી દુર્ઘટનાના મૃતકોને 10 લાખ તો ઈજાગ્રસ્તોને 1 લાખ મળશે
મોરબી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને પ્રત્યેક વ્યક્તિદીઠ 10 લાખ વળતર ચૂકવવામાં આવશેનું જણાવ્યુ છે. તેમજ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 1 લાખનુ વળતર ચૂકવવાનુ જણાવ્યુ છે.

હાઈકોર્ટના આદેશ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે અગાઉ સરકારની ઝાટકણી કાઢી હતી. જે બાદ અનેક વખત ટકોર કરવામાં આવી છે. ત્યારે આ વખત સુનાવણીમાં ગુજરાતમાં હેરિટેજ ઈમારતોની જાળવણી કરવા હાઈકોર્ટે ટકોર કરી હતી. તેમજ મોરબી જેવી સ્થિતિ ફરીથી ક્યાંય ઉભી ન થાય તે માટે સરકારને અગાઉથી ચેતી જવા કહ્યું હતુ. તેમજ અગાઉ મુખ્યમંત્રી રાહત ફંડમાં 4 લાખ રુપિયાની તથા પ્રધાનમંત્રી ફંડ માંથી 2 લાખ આપવા અંગે જણાવામાં આવ્યુ હતુ , જેમાં 4 લાખ વધુ ફંડ આપી 10 લાખની રકમ મૃતકોના પરિવારને આપવા અંગે જણાવવામાં આવ્યુ છે.