ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

INDEPENDENCE DAY 2023 : શું તમે જાણો છો કે તિરંગાને કેમ અને ક્યારે અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે?

  • દેશ કે રાજ્ય શોકમાં હોવાનું દર્શાવા અડધી કાઠીએ ફરકાવાય છે
  • લોકસભાના સ્પીકર કે દેશના ન્યાયાધીશનું નિધન થાય તો દિલ્હીમાં જ અડધી કાઠીએ ધ્વજ લહેરાવાય

દેશમાં મોટાભાગના સ્મારકો પર ધ્વજ ફરકાવવામાં આવતો હોય છે. જો કે, ઘણીવાર આ સ્મારકો પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવતો હોય છે. આવું કેમ? આ અંગે સૌ કોઈને પ્રશ્ન થતો હશે. તો ચાલો આજે તમને જણાવીએ કે, આપણા દેશનો તિરંગો કેમ અને ક્યારે અડધી કાઠીએ લહેરાવામાં આવે છે. તેના પાછળનું કારણ શું છે..

દેશ કે રાજ્ય શોકમાં હોવાનું દર્શાવા અડધી કાઠીએ ફરકાવાય છે
જ્યારે કોઈપણ મહાનુભાવ કે નેતાનું નિધન થાય.ત્યારે જેટલા દિવસ માટેનો શોક જાહેર કરવામાં આવ્યો હોય.એટલા દિવસો માટે રાષ્ટ્રધ્વજને અડધી કાઢીએ ફરકાવવામાં આવે છે. નેતા કે મહાનુભાવનું નિધન બપોર પછી થયું હોય તો બીજા દિવસે પણ રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઢીએ ફરકાવામાં આવે છે. એટલું જ નહિ જ્યારે કોઈ રાષ્ટ્રીય કદના નેતાનું નિધન થાય, ત્યારે કેન્દ્રીય કૅબિનેટ મળે અને શોકદર્શક ઠરાવ પ્રસ્તાવ કરવામાં આવે, આ સાથે જ કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે, તેની પણ જાહેરાત કરવામાં આવે.આ માટે સંબંધિત દિશા-નિર્દેશો બહાર પાડવાના અધિકાર ગૃહ વિભાગ પાસે રહેલા છે અને તે વિશે દેશના રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.દેશ કે રાજ્ય શોકમાં છે.તેવું દર્શાવવા માટે આ રીતે રાષ્ટ્રધ્વજ અડધીકાઠીએ ફરકાવવામાં આવે છે.

લોકસભાના સ્પીકર કે દેશના ન્યાયાધીશનું નિધન થાય તો….
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડા પ્રધાન જેવા બંધારણીય પદો પર બેઠેલી વ્યક્તિનું નિધન થાય તો રાષ્ટ્રીય શોક પાળવામાં આવે છે.જો લોકસભાના સ્પીકર કે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશનું નિધન થાય તો માત્ર દિલ્હીમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. ઉદાહરણ રૂપે,સાતમી ઑગસ્ટે કરુણાનિધિનું નિધન થયું,ત્યારબાદ તામિલનાડુ સરકાર દ્વારા સાત દિવસના રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી હતી.ભારતમાં સ્વતંત્રતા દિવસ (15મી ઑગસ્ટ), ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી) તથા ગાંધી જયંતિ (2જી ઑક્ટોબર)ને રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે.

જો કોઈ રાજનેતાનું નિધન તા. 25મી જાન્યુઆરી કે 14મી ઑગસ્ટના દિવસે થાય તો?
ફ્લૅગ કૉડ ઑફ ઇન્ડિયાની જોગવાઈ મુજબ, જો દિવસો દરમિયાન રાજનેતાનું નિધન થાય તો પણ દેશભરમાં ધ્વજાહરોહણના કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવે છે. જે ઇમારતમાં મહાનુભાવનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હોય, માત્ર તે ઇમારત પરનો જ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે અન્ય તમામ સ્થળોએ રાબેતા મુજબ ધ્વજારોહણ કરવામાં આવે છે.સામાન્ય દિવસે પણ જ્યારે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખવાનો હોય, ત્યારે સૌ પહેલાં તિરંગાને પૂર્ણ કાઠીએ ફરકાવવામાં આવે છે, ત્યારબાદ ધ્વજને ધીમે-ધીમે નીચે ઉતારવામાં આવે છે અને અડધી કાઠી સુધી લાવવામાં આવે છે. મહત્વનું છે કે,રાષ્ટ્રધ્વજ સિવાય અન્ય તમામ ધ્વજોને પૂર્ણ કાઠીએ જ ફરકાવવામાં આવે છે.

અગાઉ ક્યારેય આવું બન્યુ છે?
છેલ્લા એક દાયકાના ઇતિહાસમાં આવું 2012માં બન્યું હતું. એ સમયે તા. 14મી ઑગસ્ટે કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખનું ચેન્નાઈ ખાતે નિધન થયું હતું.તે સમયે બપોરે 1.40 કલાકે નિધનની જાણ થઈ હતી.એટલે તેમના સન્માનમાં 14મી ઑગસ્ટે દિલ્હી ઉપરાંત દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ તથા ઇમારતો ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરી દેવાયો હતો. બીજા દિવસે પંદરમી ઑગસ્ટ હતી, જે રાષ્ટ્રીય તહેવાર હતો. આથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે ઇમારત ખાતે તેમનો પાર્થિવદેહ રાખવામાં આવ્યો છે, માત્ર ત્યાં જ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જ્યારે ઇમારતમાંથી પાર્થિવદેહની જેતે મહાનુભાવની અંતિમયાત્રા નીકળે, ત્યારે રાષ્ટ્રધ્વજને ફરીથી પૂર્ણ કાઠીએ કરી દેવામાં આવે છે

આ પણ વાંચો : અમદાવાદીઓ રાષ્ટ્રપ્રેમમાં રંગાયા : ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી નીકળી તિરંગા યાત્રા, અમિત શાહે કરાવ્યો પ્રારંભ 

Back to top button