એક આદત જે બાળકોની લાઇફને સરળ બનાવશેઃ દરેક સમસ્યા ઉકેલશે


- પુસ્તકો હોય છે આપણા સૌથી શ્રેષ્ઠ મિત્રો
- બાળકોમાં રીડિંગ સ્કીલ ડેવલોપ કરો
- રીડિંગને મજેદાર બનાવશો તો ખૂબ ફાયદો થશે
એવુ કહેવાય છે કે આપણા સૌથી સારા મિત્રો પુસ્તકો હોય છે. આપણે તેનો સાથ કદી ન છોડવો જોઇએ. બાળકો માટે પુસ્તકો જ્ઞાન અને ઇમેજિનેશન વધારવાનું કામ કરે છે. પેરેન્ટ્સ માટે બાળકોમાં રીડિંગ સ્કિલ ડેવલોપ કરવી મુશ્કેલ હોય છે. માતા-પિતાની હંમેશા ફરિયાદ હોય છે કે તેમનું બાળક પુસ્તકોના બદલે સ્માર્ટફોનને ચીપકેલુ રહે છે. જો તમે ઇચ્છો તો તમે પણ બાળકોમાં રીડિંગ સ્કિલ્સ ડેવલપ કરી શકો છો. જો તમે પણ ઇચ્છતા હો કે તમારા બાળકોમાં રીડિંગ સ્કિલ્સ ડેવલોપ થાય તો કેટલીક ટિપ્સ તમારી મદદ કરશે.
રીડિંગને ફન બનાવો
બાળકોના ઉછેરમાં આ સ્કિલને સામેલ કરવા માટે જરૂરી છે કે તમે રીડિંગને મજેદાર અને ફન બનાવો. જો બાળકોને પુસ્તકો વાંચવા એક કામ લાગતુ હશે તો તેઓ કદી તેને એન્જોય નહીં કરી શકે. બાળકો માટે આકર્ષક ચિત્રો વાળા પુસ્તકો પસંદ કરો. બાળકોને જાતે તેમના પુસ્તકો પસંદ કરવા કહો. અલગ અલગ ઝોનરના પુસ્તકો સાથે એક્સપરિમેન્ટ કરવાનો મોકો આપો.
ખુદ પણ પુસ્તકો વાંચો
તમારા બાળક માટે તમે પણ રીડિંગને એક આદત બનાવો. ફેમિલી બોન્ડિંગ માટે આ એક સારી એક્ટિવીટી છે. તમને તે બહાને તમારા બાળક સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળશે. રોજ થોડા સમય માટે બાળકો સાથે પુસ્તકોનુ વાંચન કરો. ઘરમાં એક એવી જગ્યા રાખો જ્યાં બેસીને તમે બાળકો સાથે રીડિંગ કરી શકો.
વાંચનને સેલિબ્રેટ કરો
જો તમારુ બાળક કોઇ પુસ્તકનું વાંચન પુર્ણ કરી લે છે તો તેના વખાણ કરો. તેના એચિવમેન્ટને ઓળખો. સેલિબ્રેટ કરો. આમ કરવાથી બાળકને વધુ વાંચવા માટે પ્રોત્સાહન મળશે. તે પોતાની રીડિંગ સ્કીલને લઇને સારો અનુભવ કરશે. રીડિંગને ફન એક્ટિવિટી બનાવો
રીડિંગના ફાયદા
પુસ્તકો વાંચવાથી બાળકોના મનમાં કહાનીઓ દ્વારા ભાવનાઓને સમજવાની સુઝબુઝ આવે છે. તેઓ ફક્ત પોતાની જ નહીં, પરંતુ બીજાની ફિલિંગ્સને પણ સમજી શકે છે. તેના કારણે બાળકોની ઇમેજિનેશન સ્કિલ્સ પણ સારી બને છે. કહાણી બાળકોને પાત્રો દ્વારા સમજાય છે. કેવી પરિસ્થિતિમાં કેવો વ્યવહાર કરવો તે પણ બાળકો સમજી શકે છે.
આ પણ વાંચોઃ ‘Bawaal’ના શૂટિંગ દરમિયાન વરુણે જ્હાન્વી કપૂર સાથે કર્યું આવું વર્તન, અભિનેતાએ જ કર્યો ખુલાસો