ગુજરાત

વિધાનસભા ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત ગુજરાતી નાટક પ્રસ્તુત કરાયું

Text To Speech

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2024, વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યો તેમજ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ હતો.

સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં’
સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો શું કરવું? તે અંગે માર્ગદર્શન આપતું એક ગુજરાતી નાટક ‘સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં’ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

જનપ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા
આ નાટકના માધ્યમથી વર્તમાન સમયમાં ગુનેગારો દ્વારા જે જે મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે તે અંગે સૌ ઉપસ્થિત જનપ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સંદર્ભે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં જનજાગૃતિ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4% વધારો જાહેર

Back to top button