કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અનંત-રાધિકા અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સમાં મહેમાનો માટે માર્ગદર્શિકા! જામનગર ધમધમશે

  • અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ ફેસ્ટિવિટીઝમાં થીમ નાઇટ્સ, ડ્રેસ કોડ્સ, ટ્રાવેલ પ્લાન્સ સહિતનો સમાવેશ

જામનગર, 23 ફેબ્રુઆરી: આ વર્ષે ઘણા બોલિવૂડ સેલિબ્રિટીનાં લગ્ન ચર્ચામાં રહ્યાં છે. પરંતુ આ બધાની સરખામણીમાં હવે જે લગ્નસમારંભ યોજાવાનો છે તે સ્વાભાવિક રીતે મેરેજ ઑફ ધ યર ગણાશે, કેમ કે આ લગ્ન દેશના ટોચના ઉદ્યોગગૃહ અંબાણી પરિવારમાં થઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ વર્ષે સૌથી ચર્ચિત બની રહેનાર આ લગ્ન પહેલાંની ઈવેન્ટ્સ  1 માર્ચથી સુધી શરૂ થઈને 3 માર્ચ સુધી ચાલશે. ત્યારે તમામ મહેમાનો 1 માર્ચના રોજ સવારે 8થી બપોરે 1 વાગ્યાની વચ્ચે મુંબઈ અથવા દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર જામનગર જશે. તમામ મહેમાનોને લગ્નના સ્થળ પર કપડાંની એક્સપ્રેસ સ્ટીમિંગ, હેરસ્ટાઈલિસ્ટ, સાડી ડ્રેપર્સ અને મેક-અપ સહિતની લોન્ડ્રી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

અંબાણી જૂથની માલિકીના એક મીડિયાના અહેવાલ અનુસાર અંબાણી પરિવાર દ્વારા પ્રી-મેરેજ ઈવેન્ટ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવ પાનાની ઈવેન્ટ ગાઈડ અને મહેમાનોને મોકલવામાં આવી છે જે અનુસાર વર્ડરોબ(wardrobe) પ્લાનર સહિતની આ બધી સુવિધાઓ ગુજરાતના જામનગર શહેરમાં 1 થી 3 માર્ચ દરમિયાન આયોજિત થનારી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ પાર્ટીમાં શું અપેક્ષા રાખવી જોઈએ તેની ઝાંખી આપે છે.

માર્ગદર્શિકામાં શું જણાવવામાં આવ્યું છે ?

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, “દરેક વ્યક્તિના સામાનની કાળજી લેવામાં આવશે પરંતુ તે સાથે અમે તમને તમારો સામાન જરૂરિયાત પૂરતો જ લાવવા વિનંતી કરીએ છીએ, જેમાં એક વ્યક્તિ દીઠ હેન્ડ લગેજની એક આઇટમ અને એક હોલ્ડ લગેજની બેગ અથવા દંપતી દીઠ કુલ ત્રણ સૂટકેસ લાવી શકાશે. જો તમે વધુ સામાન લાવશો તો અમે ખાતરી આપી શકતા નથી કે તે તમારી જ ફ્લાઇટમાં આવશે, પરંતુ અમે તેને વહેલામાં વહેલી તકે લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”

પહેલો દિવસ: ઉજવણીની ત્રણેય રાત્રી થીમ આધારિત રહેશે. પહેલા દિવસને “એવરલેન્ડમાં સાંજ”(An Evening in Everland) એમ કહેવામાં આવે છે, જેમાં ડ્રેસ કોડ “એલિગન્ટ કોકટેલ” તરીકે સૂચવવામાં આવ્યો છે.

બીજો દિવસ: બીજા દિવસે વૉક ઑન ધ વાઇલ્ડસાઇડનું આયોજન થશે જેમાં સૂચવવામાં આવેલો ડ્રેસ કોડ “જંગલ ફીવર”(jungle fever) હશે. તે જામનગરમાં અંબાણી જૂથના પ્રાણી બચાવ કેન્દ્ર બહાર આયોજિત થવાનો છે, અને મહેમાનોને આ પ્રસંગ માટે આરામદાયક પગરખાં અને કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આમંત્રિતો પછી મેલા રૂજ(Mela Rouge) માટે તેમના સફારી-થીમ આધારિત પોશાકની અદલાબદલી કરશે. આ માટેનો ડ્રેસ કોડ છે “ચમકદાર દેશી રોમાંસ”(dazzling desi romance), જે બધા માટે આકર્ષક પરંપરાગત દક્ષિણ એશિયન પોશાકનું સૂચન કરે છે.

ત્રીજો અને અંતિમ દિવસ: અંતિમ દિવસે પણ બે ઇવેન્ટનો સમાવેશ થશે. પ્રથમ, ટસ્કર ટ્રેલ્સ, “કેઝ્યુઅલ ચીક”(casual chic) ડ્રેસિંગનું સૂચન કરે છે, કારણ કે મહેમાનો જામનગરના લીલાછમ વાતાવરણને વધુ નિહાળે તેવી અપેક્ષા છે.

અંતિમ પાર્ટી, હષ્ટાક્ષર(Hashtakshar)એ હેરિટેજ ભારતીય વસ્ત્રો સાથે એક ભવ્ય સાંજ માટે સૂચન કરે છે. માર્ગદર્શિકા કહે છે કે, “તમામ મહેમાનોને કપડાંની એક્સપ્રેસ સ્ટીમિંગ સહિત લોન્ડ્રી સેવાઓ પૂરી પાડવામાં આવશે. એક્સેસ ધરાવતી કોઈપણ વ્યક્તિ આપેલા ફોન નંબર પર તબીબી અથવા આહારની જરૂરિયાતો પૂરી કરવા હોસ્પિટાલિટી ટીમનો સંપર્ક પણ કરી શકે છે.

આ પણ જુઓ: યામી ગૌતમની મજબુત એક્ટિંગે ‘આર્ટિકલ 370’ને કાલ્પનિકમાંથી વાસ્તવિકતામાં ફેરવી નાખી

Back to top button