ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પોલીસના ગ્રૂપમાં PIએ Love you… મેસેજ કરતા વિવાદ વકર્યો

Text To Speech
  • આ બાબત પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગઈ છે
  • એસીપીએ મેસેજ કરીને તેમને આવા મેસેજ ન કરવા કહ્યું હતું
  • બબાલ પોલીસ કમિશનર સુધી પહોંચતા અંદરખાને તપાસના આદેશ અપાયા

અમદાવાદમાં પોલીસના ગ્રૂપમાં PIએ Love you all મેસેજ કરતા વિવાદ વકર્યો છે. જેમાં એસીપીએ કરેલા Don’t put rubbish msgના જવાબમાં PIએ-લખ્યું, U r rubiisss mr.patel. જેમાં વેજલપુર પીઆઇ rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને એસીપીને પૂછતા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં વધારો થતા સરકારની મોટી પહેલ, અમદાવાદમાં રૂ.25 કિલો મળવાની શરૂ

એસીપીએ મેસેજ કરીને તેમને આવા મેસેજ ન કરવા કહ્યું હતું

એસીપી અને પીઆઇ વચ્ચે થયેલી બબાલ પોલીસ કમિશનર સુધી પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઝોન 7 મીડિયા એન્ડ પોલીસના વોટ્સએપ ગ્રૂપમાં વેજલપુર પીઆઇએ Love you all મેસેજ કર્યો હતો. જેથી એસીપીએ મેસેજ કરીને તેમને આવા મેસેજ ન કરવા કહ્યું હતું. પરંતુ, પીઆઈએ એસીપીના મેસેજને ટાંકીને એવો વળતો જવાબ આપ્યો કે, આ બાબત પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એટલું જ નહીં, આ પીઆઈને ગ્રુપમાંથી પણ રિમૂવ કરી દેવાયા છે. આ ગ્રૂપમાં એસીપી અને પીઆઇ વચ્ચે થયેલી બબાલ પોલીસ કમિશનર સુધી પહોંચતા અંદરખાને તપાસના આદેશ અપાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, જાણો ક્યા પડી રહી છે હાડ થીજવતી ઠંડી 

સેટેલાઇટ પીઆઇએ વધુ વિવાદ થાય નહીં તે માટે વેજલપુર પીઆઇને તાત્કાલિક ગ્રૂપમાંથી રિમૂવ કર્યા

શહેર પોલીસના ઝોન 7 મીડીયા એન્ડ પોલીસનું ગ્રૂપ વોટ્સએપ પર ચાલી રહ્યુ છે આ ગૃપમાં વેજલપુર પીઆઇ કે.બી.રાજવીએ એક ચર્ચાની અંતમાં Broass Love you all મેસેજ કર્યો હતો. આથી એમ ડિવિઝન એસીપી એસ.ડી.પટેલે વેજલપુર પીઆઇ રાજવીના મેસેજને ટાંકીને Don’t put rubbish msg etc ગ્રૂપમાં લખ્યું હતું. જે બાદ વેજલપુર પીઆઇ કે.બી.રાજવી rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને એસીપીને પૂછતા હતા. આથી કંટાળીને એસીપી એસ.ડી.પટેલે બે હાથ જોડેલું ઇમોજી ગૃપમાં મોકલ્યું હતું. આમ છતાં પીઆઇએ એસીપીના મેસેજને ટાંકીને U r rubiisss mr.patel એવો જવાબ આપ્યો હતો. અંતે સેટેલાઇટ પીઆઇએ વધુ વિવાદ થાય નહીં તે માટે વેજલપુર પીઆઇને તાત્કાલિક ગ્રૂપમાંથી રિમૂવ કર્યા હતા.

Back to top button