ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

પ્લેનમાં મુસાફરીનું સ્વપ્ન હોય તો ઉત્તમ તક: દિવાળીમાં ઘણા રૂટ પર ટિકિટ થઈ 25% સુધી સસ્તી

નવી દિલ્હી, 13 ઓકટોબર, પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. શિમલા-મનાલીની ભીડથી દુર દાર્જલિંગ સુંદર પહાડી વિસ્તાર, ઠંડી હવા વચ્ચે તમે તમારી દિવાળીની રજાઓનો આનંદ લઈ શકો છો. તમે પરિવાર, મિત્રો કે પછી તમારી પત્ની સાથે પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. કારણ કે દિવાળીની આસપાસ ઘણા ડૉમેસ્ટિક રૂટ પરના સરેરાશ હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. એક વિશ્વેષણમાં આ માહિતી આપવામાં આવી હતી.

ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત 8,725 રૂપિયાથી 36 ટકા ઘટીને 5,604 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ-દિલ્હી ફ્લાઈટનું સરેરાશ હવાઈ ભાડું રૂ. 8,788 થી 34 ટકા ઘટીને રૂ. 5,762 થયું છે. દિવાળીની આસપાસ, ઘણા ડોમેસ્ટિક રૂટ પરના સરેરાશ હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. એક વિશ્લેષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આ મુજબ, ક્ષમતામાં વધારો અને તાજેતરમાં તેલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. ટ્રાવેલ પ્લેટફોર્મ ixigo દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો ઘટાડો થયો છે. આ કિંમતો 30 દિવસ અગાઉની ખરીદીની તારીખના આધારે સરેરાશ વન-વે ભાડા માટે છે.

બેંગલુરુ-કોલકાતા ફ્લાઈટનું ભાડું 38% ઘટ્યું

આ વર્ષે, બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટનું સરેરાશ હવાઈ ભાડું 38 ટકા ઘટીને રૂ. 6,319 થયું છે, જે ગયા વર્ષે રૂ. 10,195 હતું. ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત 8,725 રૂપિયાથી 36 ટકા ઘટીને 5,604 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ-દિલ્હી ફ્લાઈટનું સરેરાશ હવાઈ ભાડું રૂ. 8,788 થી 34 ટકા ઘટીને રૂ. 5,762 થયું છે. એ જ રીતે, દિલ્હી-ઉદયપુર રૂટ પર ટિકિટના ભાવ રૂ. 11,296થી 34 ટકા ઘટીને રૂ. 7,469 થયા છે.

આ રૂટ પર 32 ટકાનો ઘટાડો

દિલ્હી-કોલકાતા, હૈદરાબાદ-દિલ્હી અને દિલ્હી-શ્રીનગર રૂટ પર 32 ટકા ઘટાડો છે. ixigo ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલોક બાજપાઈએ પીટીઆઈને જણાવ્યું હતું કે ગયા વર્ષે દિવાળીની આસપાસ હવાઈ ભાડાંમાં વધારો થયો હતો કારણ કે મર્યાદિત ક્ષમતાને કારણે મુખ્યત્વે ગો ફર્સ્ટ એરલાઈનને સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે વધારાની ક્ષમતા ઉમેરવામાં આવી છે, જેના કારણે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વાર્ષિક ધોરણે મુખ્ય માર્ગો પર સરેરાશ હવાઈ ભાડામાં 20-25 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો..BSNL તરફથી ગુડ ન્યૂઝ: 108 રૂપિયાનો પ્લાન ચાલશે 28 દિવસ સુધી, દરરોજ મળશે 1GB ડેટા

Back to top button