અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ: અમદાવાદની આ મહિલા પતિ બીમાર પડતાં બની કેબ ડ્રાઈવર, ભાવુક કહાની

HD ન્યૂઝ ડેસ્ક, 21 ઑગસ્ટ: ઘર, ઑફિસ કે શોપિંગ ક્યાંય પણ જવા માટે ઓલા, ઉબેર અને રેપિડો જેવી રાઇડ સર્વિસ એપ્સે મુસાફરીને ખૂબ જ સરળ બનાવી છે. એપ દ્વારા રાઈડ બુક કરીને કોઈપણ પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે. સુવિધાની સાથે સાથે આવી સેવાઓએ રોજગારીની નવી તકો પણ પૂરી પાડી છે. કેટલીકવાર ઘરથી થોડે દૂરના રસ્તામાં જ વ્યક્તિને જીવનભર યાદ રહી જાય તેવો અનુભવ થઈ જાય છે. અમદાવાદ સ્ટેશને જવા માટે ઓલા કેબમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને પણ આવો જ અનુભવ થયો જેને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વ્યક્તિએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું છે કે, મહિલા કેબ ડ્રાઈવરની કહાની સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. આ મહિલાએ કેબ ડ્રાઈવર બનતા પહેલા સાયકલ પણ ચલાવી ન હતી.

 

વ્યક્તિએ મહિલા કેબ ડ્રાઈવરની ભાવુક કહાની શેર કરી 

મહિલા ઓલા ડ્રાઈવરનો ફોટો શેર કરતા ઓજસ દેસાઈ નામના યુઝરે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “આજે મેં અમદાવાદના રેલવે સ્ટેશન પર પહોંચવા માટે ઓલા કેબ બુક કરાવી હતી. કન્ફર્મેશન નોટિફિકેશનમાં ડ્રાઈવરનું નામ અર્ચના પાટીલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેણી અર્ચના છે. એક અદ્ભુત મહિલા. ઓલા કેબ ચલાવવી એટલી મોટી વાત નથી પરંતુ તેણીને આટલી સરસ રીતે ચલાવતા જોઈને મને આનંદ થયો.”

ઓજસે પોસ્ટમાં આગળ લખ્યું કે, “જૂના શહેરમાંથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી ડ્રાઇવિંગ કરવું અને ભારે ટ્રાફિકમાંથી પસાર થવું એ હંમેશા એક મોટું કામ છે. હું ખૂબ જ પ્રભાવિત થયો. છેવટે તો ઓલા અથવા ઉબેરમાં કોઈ મહિલા ડ્રાઇવરને મળવાનો મારો આ પહેલો કિસ્સો છે. મારા શહેર સુરતમાં મેં મહિલા ઓટો ડ્રાઈવર તો જોઈ છે પરંતુ મેં ક્યારેય ઓલા અથવા ઉબરમાં મહિલા ડ્રાઈવર જોઈ નથી. તમે કહી શકો છો કે આમાં કઈં ખાસ નથી, પરંતુ ખાસ છે તેણીની કહાની.”

6 મહિનામાં કેબ ચલાવતા શીખ્યા

ફેસબુક પોસ્ટમાં, ઓજસે લખ્યું કે, “મહિલાનો પતિ ઓલા કેબ ડ્રાઇવર હતો પરંતુ કેબ લોન પર હોવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે કામ ચાલુ રાખી શક્યો નહીં. આ પછી, મહિલાએ કેબ ચલાવતા શીખી અને માત્ર 6 મહિનામાં તેનું લાઇસન્સ મેળવી લીધું. હું આ સ્ત્રીને મહિલા શક્તિના ઉદાહરણ તરીકે અથવા ‘બદલતા સમાજ’ના ઉદાહરણ તરીકે પ્રકાશિત કરવા માંગતો નથી. હું આજે એક ઉત્સાહી વ્યક્તિને મળ્યો જેમણે ખરાબ નસીબથી હાર ન માની. મેં તેમને કહ્યું કે મેં તેમનો નંબર સેવ કર્યો છે.” ફેસબુક પર અત્યાર સુધીમાં આ પોસ્ટને 19 હજાર યુઝર્સ લાઈક કરી ચૂક્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “બહાદુર મહિલા. સમસ્યાઓ હતી પરંતુ તેમની ખુશી જુઓ. તેઓ અન્ય મહિલાઓને પડકારો સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરશે.”

આ પણ જૂઓ: દીકરીના અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ માતા, વીડિયોએ લોકોનું ધ્યાન ખેચ્યું

Back to top button