ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર બની રહ્યો છે ગ્રહોનો મહાસંયોગ
ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર આ વર્ષે ગ્રહોનો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે. મહાઅષ્ટમી આ વખતે 29 માર્ચે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષ્ટમી તિથિ પર બનનારા આ મહાસંયોગ ખુબ જ ખાસ છે. વૈદિક જ્યોતિષ મુજબ મહાઅષ્ટમીના દિવસે છ મોટા ગ્રહ ચાર રાશિઓમાં વિરાજમાન થશે. જેના પ્રભાવથી આ મહાસંયોગનું નિર્માણ થશે.
ચૈત્ર નવરાત્રિની અષ્ટમી પર આ મહાસંયોગ
ગુરુ હાલમાં પોતાની રાશિ મીનમાં વિરાજમાન છે. તે 28 માર્ચના રોજ મીન રાશિમાં અસ્ત થશે. મેષ રાશિમાં બુધનું ગોચર થવા જઇ રહ્યું છે. સુર્ય પણ મીન રાશિમાં વિરાજમાન છે. શનિ પોતાની રાશિ કુંભમાં વિરાજમાન છે. શુક્ર મેષ રાશિમાં વિરાજમાન છે અને મેષ રાશિમાં રાહુ પણ વિરાજમાન છે. ગ્રહોના આ મહાસંયોગથી કેટલાય રાજયોગોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેમાં માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થશે. માલવ્ય યોગનું નિર્માણ મેષ રાશિમાં શુક્ર ગોચર કરવાથી થઇ રહ્યું છે. મીન રાશિમાં હંસ યોગ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રાજયોગ 700 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે. આ મહાયોગના નિર્માણથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
મિથુન
અષ્ટમી પર બની રહેલા આ રાજયોગથી મિથુન રાશિના જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોને પંચ રાજયોગનું પરિણામ પ્રાપ્ત થશે. તેમાં બેરોજગાર લોકોને રોજગાર મળશે. ધનની પ્રાપ્તિ થશે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળશે. કર્મચારીઓને પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
કર્ક
કર્ક રાશિના જાતકોને હંસ અને માલવ્ય રાજયોગનું સારુ પરિણામ મળશે. તેમનું ભાગ્ય ચમકશે. કરિયરમાં ઇચ્છામુજબનું પરિણામ મળશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે. વ્યવસાય કે કામ માટે યાત્રા કરી શકશો. વેપારી વર્ગ માટે સારો સમય સાબિત થશે. રોકાણનું યોગ્ય વળતર મળશે. પારિવારિક જીવનમાં શાંતિ મળશે. સહકર્મીઓનો સહયોગ મળશે. નવા ક્ષેત્રોમાં રુચિ પ્રાપ્ત થશે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સમાચાર લાવશે. આ સમયમાં તમને જીવનસાથીનો સહયોગ મળશે. સાથે સાથે જીવનસાથીની કરિયર પણ આગળ વધી શકે છે. તમારો બિઝનેસ આગળ વધી શકે છે. તમને આર્થિક લાભ પણ તશે. દાંપત્યજીવનમાં પણ સુધારો આવશે. જે લોકો નવી નોકરીની તલાશમાં છે તેમને લાભ થશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે.
મીન
મીન રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સંકેત બનશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. સાહસમાં વધારો થશે. બિઝનેસમાં સફળતા મળશે. અચાનક ધન મળી શકે છે. નોકરી કરનારા જાતકો માટે આ રાજયોગ કોઇ વરદાનથી ઓછો નથી. અટવાયેલા કામ થશે. નોકરિયાતોને લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. આરોગ્ય સુધરશે.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો સતત 15 દિવસ સુધી શાકભાજી ન ખાવાથી શું થાય ?