કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત

Text To Speech

‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત આજે બીજા દિવસે મદુરાઈથી સોમનાથ ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્રિયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ સાથે કુમકુમ તિલક કરી 300થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સફારી પાર્કમાં ગીરના વિહરતા સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા સૌરાષ્ટ્ર-તમિલ બાંધવો
તમિલ - Humdekhengenews આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તમિલ બંધુઓને આવકાર્યા હતા. આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સ્ટેશન પર ભારતીય રેલવે દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેનમાં આવેલા તમિલ બંધુઓને તકલીફ ન પડે તે માટે પ્રાથમિક સારવાર માટે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. Indian Railway Catering and Tourism Corporationના કર્મચારીઓએ ફૂલો વરસાવી તમિલ લોકોનું મૂળ વતનમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ એકબીજાને ભેટી પોતાના વતનને યાદ કર્યું હતું અને ભાવવિભોર થઈ ગયા હતા.

Back to top button