કેમ ગૃહપ્રધાન અમિત શાહ વડોદરામાં રોડ શો અધ વચ્ચે મુકીને અમદાવાદ રવાના થઈ ગયા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ થવાનું છે. ત્યારે આ મતદાનને લઈને તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રિજવવા રોડ શો કરી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરા ખાતે ગૃહપ્રધાન અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોનો રુટ પ્રતાપનગરથી ઝ્યુબેલી બાગ સુધી 3 કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. પણ તે રોડ શો માંડવા સુધી જ કરવામાં આવ્યો હતો જે બાદ ગૃહપ્રધાન અમિત શાહ રોડ શો અધૂરો મુકીને નીકળી ગયા હતા.
અમિત શાહ રોડ શો અધૂરો મુકી રવાના થઈ ગયા
93 બેઠક માટે 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવવાનું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 કલાક મોડા વડોદરા પહોચ્યાં હતા અને પ્રતાપનગરથી રોડ શો શરવામાં આવ્યો હતો. જે બાદ અડધો રોડ શો કરીને અમિત શાહ અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો:સુરત: આચારસંહિતાના ભંગ કરતા ભાજપ કોર્પોર્ટરની કરાઈ અટકાયત
વડોદરામાં 3 કલાક મોડા પહોચ્યાં
અમિત શાહને જોવા લાખોમાં ભીડ ઉમટી પડી હતી અને શાહની એક ઝલક જોવા માટે લોકો ત્રણ ચાર કલાકથી ઉભા રહ્યા હતા પણ અમિત શાહની એક ઝલક લોકોને જોવા મળી ન હતી. અમિત શાહ વડોદરાના રોડ શોમાં 3 કલાક મોડા પહોચ્યાં હતા જે બાદ તેઓનો અમદાવાદ ખાતે સભા સંબોધન હોવાના કારણે તેઓ રોડ શો અધૂરો મુકીને ચાલ્યા ગયા હતા.
આ રોડ શો વડોદરાના પ્રતાપનગર અપ્સરા સિનેમાથી શરુ થઈને ચાખંડી, માંડવી, ચાંપાનેર, અડાણીયા પુલ થઈને જ્યુબેલી બાગ ખાતે પૂર્ણાહુતી થવાની હતી. જોકે, શો પૂર્ણ થઈ શક્યો નહોતો અને માંડવી ખાતેથી જ અમિત શાહ રવાના થઈ ગયા હતા.