બનાસકાંઠા : પાલનપુરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ
- “જય જગન્નાથના નાદથી પાલનપુર ગુજીં ઉઠ્યુ
બનાસકાંઠા 7 જુલાઈ 2024 : અષાઢી બીજ ના પવિત્ર દિવસે પાલનપુર પથ્થર સડક ખાતે આવેલા રામજી મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે નાના બાળકોથી લઈ મોટેરા અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ રથયાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજના દિવસે અંબાજી, ડીસા અને થરાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જેમાં પાલનપુર શહેરમાં પણ પથ્થર સડક વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતેથી સવારે શુભ મુર્હુતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. આ રથયાત્રા પાલનપુર શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં પરિભ્રમણ કરી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી દરમિયાન આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તેમજ રથ યાત્રા ના પૂર્વે પાલનપુરના સુખડિયા પરિવાર દ્વારા રૂપિયા 4,51000 મોસાળુ કરવામાં આવ્યું હતું. તેમજ મંદિરના જીર્ણોદ્ધાર માટેનું દાન પણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ડીસામાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ,શોભાયાત્રાના 5 કિલોમીટર રુટ પર ભક્તોનું સૈલાબ ઉમટયો