ગુજરાત

જામનગરમાં માતા-પિતા વિહોણી સર્વજ્ઞાતિય 16 દિકરીઓના ભવ્ય સમૂહલગ્ન યોજાયા

જામનગરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી સમૂહ લગ્ન તપોવન ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી આ માતા-પિતા વિહોણી 16 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. જુનાગઢ ગોરખનાથ આશ્રમના સંત શેરનાથ બાપુએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.

                                                                                    કન્યાઓને આપવામાં આવેલું કરિયાવર

જામનગરની તપોવન સંસ્થાએ માતા-પિતા કે પિતા વગરની 16 દિકરીઓના સમૂહલગ્નો ધામધૂમથી ઉજવાયા હતા. આ સમૂહલગ્નોમાં નવવધૂ બનવા જઈ રહેલી તમામ દિકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. તેમજ જે દંપતીઓને દિકરીની ખોટ છે. તેવા દંપતિઓને ભાવ પૂર્વક કન્યાદાન કર્યું હતું. જ્યારે ખાસ ગોરાક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુ તમામ દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ તમામ 16 દીકરીઓ ઉપર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જ્યારે આ ભવ્ય માતા-પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓને સમાજના પ્રમુખઓ સંસ્થાના આગેવાનો સાધુ-સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. માતા-પિતા ભીમાણી દીકરીઓ માટે પણ આશીર્વાદરૂપ બન્યા હતા. જ્યારે લગ્ન ઉત્સવ દરમ્યાન પુષ્પવર્ષા ચાલી રહી હતી ત્યારે આમંત્રિત મહેમાનો અને લોકો પણ ભાવુક બન્યા હતા.

તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાજીતનગર પાછળ પ્રણામી સંપદાયની જગ્યામાં આયોજિત સમુહ લગ્નોત્સવ સંસ્થા દ્વારા તમામ દિકરીઓને સહયોગીઓના સહયોગથી આણામાં સોના-ચાંદી દાગીનાથી માંડીને કબાટ, સેટી-પલંગ,  ટેબલ, ટોસ્ટર, કુલર જેવી ઘર ઉપયોગી 140થી વધુ વસ્તુઓ કરિયાવર તરીકે આપી હતી. તેમજ કન્યાઓની મહેંદી, બ્યુટી પાર્લરની, 16 વરરાજાઓના 4 બગીઓમાં સામુહિક વરઘોડાની તેમજ બંન્ને પક્ષોના મર્યાદિત સગા-સબંધીઓના સમુહ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર પ્રસંગોને પાર પાડવા સંસ્થાની 25 કમિટીઓના 140 જેટલા કાર્યકરોએ જહેમત ઉટાવી હતી. તમામ માર્ગદર્શન તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજનભાઈ જાની ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, પરેશભાઈ જાની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ અને સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ પુરું પાડ્યું હતું. નવદંપતિઓને આશીર્વાદ આપવા ખાસ ભવનાય જુનાગઢના ખાતેના ગોરાક્ષસનાથ આશ્રમના શેરનાથબાપુ, દેવપ્રસાદ મહારાજ, કૃષ્ણમણિ મહારાજ તેમજ વિધાનસભાના સ્પીકર નિમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button