15 ઓગસ્ટમધ્ય ગુજરાત

અમદાવાદના સૌથી જૂના અને જાણીતા કલબ કર્ણાવતીમાં આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી

Text To Speech

દેશમાં આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે ચાલી રહી છે. ત્યરે અમદાવાદના સૌથી જૂના અને જાણીતા એવા કર્ણાવતી કલબમાં વિશેષ ઉજવણી થઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ADC બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ હાજર રહ્યા હતા. જ્યારે પ્રમુખ નગીનભાઈ પટેલ અને સેક્રેટરી કેતનભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ જયેશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Karnavati Club 15 August 02

બાળકોને માટે ખાસ કેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં કલબના સભ્યો મોટી સંખ્યામાં મેમ્બર હાજર રહ્યા હતા. જેમાં બાળકોએ પણ આઝાદીના પર્વની ઉજવણી પરિવાર સાથે માણી હતી.

Karnavati Club 15 August 01

જેની સાથે તેમને સ્વતંત્ર દિવસની ખાસ મહત્વ પણ સમજ્યું હતું. તેમજ આ દિવસે કલબના તમામ સભ્યો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

Karnavati Club 15 August 06

સાથે જ મનોરંજન કમિટિના અમરિષ પટેલ પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેમનાનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અજયભાઈ પટેલ દ્વારા સૌને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Karnavati Club 15 August 04

આ પણ વાંચો : મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલે ભારતના સ્વતંત્રતા ચળવળના 75મા વર્ષની ઉજવણી

Karnavati Club 15 August 05

Back to top button