આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારો

5 મિનિટમાં ચોરી થયું સોનાનું ટોયલેટ, જાણો ફિલ્મને ટક્કર આપે એવી કહાની

બ્રિટન, 26 ફેબ્રુઆરી: 2025: 24 ફેબ્રુઆરીએ, બ્રિટનની એક અદાલતમાં 2019ની એક ચોંકાવનારી ચોરી પર સુનવણી થઈ હતી. આ ચોરીમાં ગુનેગારોએ ઑક્સફોર્ડશાયર સ્થિત બ્લેનહાઇમ પેલેસમાંથી ફક્ત પાંચ મિનિટમાં 18 કેરેટ સોનાથી બનાવેલું ટૉયલેટ ઉઠાવી લીધું હતું. આ અદ્ભુત કળાકૃતિ ઇટાલીના પ્રખ્યાત કળાકાર મૌરિઝિઓ કૅટેલન દ્વારા બનાવવામાં આવી હતી અને તેને ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 2019માં ઑક્સફર્ડશાયર ખાતે એક આર્ટ ઍક્ઝિબિશનમાં આ ટોયલેટ ફિટ કરવામાં આવ્યું હતું. તેને સામાન્ય ટૉઇલેટની જેમ જ ગોઠવવામાં આવ્યું હતું અને તે કામ પણ કરતું હતું. પરંતુ માત્ર પાંચ મિનિટની અંદર આ સોનાનું ટોયલેટ ચોરાઈ ગયું હતું. આ ટૉયલેટની કિંમત અંદાજે 6.06 મિલિયન ડોલર એટલે કે લગભગ 50 કરોડ રૂપિયા હતી. આજ દિન સુધી તે ટોયલેટ મળી આવ્યું નથી, એવું માનવામાં આવે છે કે તેને ટુકડાઓમાં કાપી વેચી દેવામાં આવ્યું છે. આ ટૉયલેટ લગભગ 98 કિલો વજનનું હતું અને તેને જોવા માટે આવેલા વિઝિટર્સ તેને વાપરવા માટે ત્રણ મિનિટનું ટાઇમ સ્લોટ બૂક કરી શકતા. ચોરી બાદ પેલેસમાં ભારે નુકસાન થયું, કારણ કે પાણીની પાઇપ તૂટી જવાથી ત્યાં પાણી ફરી વળ્યું હતું.

આ કેસમાં ઑક્સફર્ડના 39 વર્ષીય માઇકલ જૉન્સને ચોરીના આરોપ હેઠળ પકડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આરોપો નકારી કાઢ્યા છે. વિન્ડસરના ફ્રૅડરિક સાયન્સ અને વેસ્ટ લંડનના બૉરા ગૂકોક નામના આરોપીઓએ પણ પોતે ગુનેગાર નથી એવો દાવો કર્યો છે. તેમની સામે પ્રોપર્ટીના ગુનાઇત ટ્રાન્સફરનો કેસ હતો. ઑક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં આ કેસ ચાલી ગયો જેમાં જણાવાયું કે આ ટોયલેટને તોડી પાડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. હજુ સુધી તેનો કોઈ પત્તો નથી મળ્યો.

14 સપ્ટેમ્બર 2019ના રોજ વહેલી સવારે બ્લૅહનેમ પૅલેસના ગેટને તોડીને બે વાહનોમાં પાંચ લોકો ઘૂસી આવ્યા હતા. તેમણે હથોડાથી દરવાજા તોડ્યા અને સીધા બિલ્ડિંગમાં પ્રવેશી ગયા હતા. ઘટનાસ્થળેથી તેમનો હથોડો પણ મળી આવ્યો છે. આજ દિન સુધી તે ટૉયલેટ મળી આવ્યું નથી. અદાલતને જણાવવામાં આવ્યું કે જેમ્સ શીન એ એપ્રિલ 2024માં આ ચોરીમાં તેની હાજરી સ્વીકારી હતી. તેણે ચોરી, અપરાધિક સંપત્તિના વ્યવહાર અને સંપત્તિ ટ્રાન્સફર કરવાના આરોપોને સ્વીકારી લીધા હતા. હાલમાં, ચોરાયેલા સોનાના ટૉયલેટનો કોઈ પત્તો મળ્યો નથી. જે પેલેસમાં આ ચોરી થઈ, તે બ્લેનહાઇમ પેલેસ યુનેસ્કો વિશ્વ વારસો સાઇટ છે અને બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલનું જન્મસ્થળ છે.

આ પણ વાંચો….કુંવારા કર્મચારીઓને ગંભીર ચેતવણી મળી: 6 મહિનામાં લગ્ન કરી નાખો, નહીંતર નોકરી જશે

Back to top button