ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

PM મોદીના વતનમાં ઇતિહાસની ઝાંખી જોવા મળશે એક જ સ્થળે, કેવી રીતે જાણો

Text To Speech

મહેસાણાઃ વડનગર આજે પ્રધાનમંત્રી મોદીના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં પ્રચલિત બન્યું છે. પરંતુ આ શહેર પાસે કહેવા માટે કેટલીય વાર્તાઓ, કેટલાય કિસ્સા, ગીતો, લોકકથાઓ છે જે જાણવા માટે તમારે વડનગર જવુ પડશે. PM નરેન્દ્ર મોદીના બાળપણના સ્ટેચ્યુ સહિત વડનગરના ઇતિહાસની ઝાંખી એક જ સ્થળે જોવા મળશે. વડનગરમાં કરોડોના ખર્ચે અદ્યતન એવો નવો વોચ ટાવર બનાવવામાં આવ્યો છે. વોચ ટાવરની બાજુમાં બનેલી આર્ટ ગેલેરીમાં નગરના ઇતિહાસની ઝાંખી કરાવતા ચિત્રો જોવા મળશે. આર્ટ ગેલરીમાં લોકોને વડનગરના ઇતિહાસની માહિતી પણ આપવામાં આવશે.

આર્ટ ગેલેરી

આ આર્ટ ગેલેરીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વર્ચુયલ રીતે વડનગરને બતાવવામાં આવી રહ્યું છે.અહીં ચાની કીટલી સાથે PM નરેન્દ્ર મોદીનું બાળપણનું એક સ્ટેચ્યુ પણ જોવા મળશે. વડનગરનો ઐતિહાસિક ટાવર વર્ષો પહેલા ધરાશાયી થયો હતો. જે બાદ આ ટાવર ફરી બનાવવાની માંગ ઉઠતા ટુરિઝમ વિભાગે નવો ટાવર તેમજ આર્ટ ગેલેરી બનાવી છે. અહીં વડનગરનાં વારસાને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.આ આર્ટ ગેલેરીમાં વડનગરનાં પૌરાણિક નામથી લઇને વડનગર નામ કેવી રીતે પડ્યુ તેની સમગ્ર માહિતી મળી રહેશે. તેમજ વડનગરમાં જોવા લાયક સ્થળો એટલે કે વડનગરનો અમૂલ્ય વારસો જેવા કે હાટેશ્વર મહાદેવ મંદિર, તાના-રેરી મોમેરીઅલ, લટેરી વાવ, અને ઝંઝરીયો કૂવો આ તમામની ડોક્યુમેન્ટ્રી અહીં મૂકવામાં આવી છે. જેમાં જે-તે સ્થળ વિશે માહીતી મેળવી શકો છો. તદુપરાંત મરાઠા યુગ પહેલાનો ઇતિહાસ ઉજાગર કરતી ઝાંખી પણ જોવા મળશે.

1935માં પુરુષોત્મદાસ પટેલે ટાવર બનાવવા દાન આપેલુ
1935માં પુરુષોત્મદાસ પટેલના ઉદાર દાનથી આધુનિક ભવન (ટાવર) બનાવાયો હતો. મકાનની ટોચે ઘડિયાળ મૂકવામાં આવી હતી. એના ટકોરા આખા નગરમાં સંભળાય તેટલા મોટા અવાજે પડતા હતા. 74 વરસ સુધી ચાલુ સ્થિતિમાં રહેલી આ ઘડિયાળ આખરે 2009માં જ્યારે આખું મકાન પડી ગયું ત્યારે નષ્ટ થઈ ગઈ હી. આ ટાવર નીચે બનાવેલી લાઈબ્રેરી પણ ધ્વસ થઈ ગઈ હતી. હવે તદ્દન જૂના જેવા જ લાગતા કરોડાના ખર્ચે બનેલા આ ટાવરની ઉપર લગાવેલી ઘડિયાળના કાંટા આખા નગરમાં ફરી સંભળાતા થતાં લોકોમાં ખુશી ફેલાઈ છે.

વડનગરમાં કીર્તિ તોરણ પણ જોવા જેવું છે
આ શહેર તેના ટોર્ચન્સ માટે પ્રસિદ્ધ છે, જે 12 મી સદીના એક કમાનની સહાય કરે છે, જે કમાનને ટેકો આપે છે, જે લગભગ 40 ફૂટ જેટલો ઊંચાઈ છે, જે લાલ અને પીળા રેતીના પથ્થરોમાં બાંધવામાં આવે છે. તેઓ અર્જુન બારીમાંથી નીચે જતાં માર્ગે શર્મિષ્ઠા તળાવ કાંઠે ભવ્ય રીતે ઊભો છે. સોલંકી સમયગાળા દરમિયાન ગુજરાતના આર્કિટેક્ચરની એક વખત નિયમિત ધોરણે, તે પ્રવેશ દ્વારનાં કેટલાક જીવંત ઉદાહરણોમાં છે. કોતરણી શૈલી સિધ્ધપુરમાં રુદ્ર મહલાય જેવી છે.

હાર્ટકેશ્વર મહાદેવ
નગરની બહારના આ 17 મી સદીના ભવ્ય મંદિરમાં હાર્ટકેશ્વર મહાદેવ, નગરના બ્રાહ્મણોનું કુટુંબ દેવતા છે, જે એક વખત વડનગરમાં અગ્રણી સમુદાય હતા.મંદિરના આંતરિક પવિત્ર સ્થાનમાં શિવલિંગનું સ્વયં ઉભરી (સ્વયંભૂ) હોવાનું કહેવાય છે. અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે વડનગર.

Back to top button