નેશનલવીડિયો સ્ટોરી

દુકાન લૂંટવા આવેલી યુવતીને સ્પ્રેએ આપ્યો દગો, પછી થઈ જોવા જેવી, જૂઓ વાયરલ વીડિયો

  • યુવતી પહોંચી ચોરી કરવાના ઈરાદા સાથે જ્વેલર્સની દુકાન
  • તક મળતા યુવતીએ કર્યું દુકાનદાર પર સ્પ્રે
  • સ્પ્રે ખરા સમયે કામ ન કરતા થઈ જોવા જેવી

HD ન્યૂઝ ડેસ્ક, 12 મે: લોકો ચોરી કરવા માટે અવનવા ઉપાયો શોધતા હોય છે અને તેમાંના કોઈ એક ઉપાયનો ઉપયોગ કરે છે. ચોરો ચોરી કરતા પહેલા એવા પ્લાન બનાવતા હોય છે કે તેઓ સરળતાથી ચોરી કરીને ત્યાંથી ભાગી જાય અને પછી તેઓ આ ચોરીમાં ક્યારેય પકડાય પણ નહીં. આ જ ઈરાદાથી એક યુવતીએ પણ ચોરીનો મજબુત પ્લાન બનાવ્યો હતો. પરંતુ ચોરી સમયે જ તેના મુખ્ય હથિયારે યુવતીને દગો આપતા તેના પ્લાન પર પાણી ફરીવળ્યું હતું. ત્યાર પછી આ યુવતી સાથે જે કંઈ થયું તે તેણીએ ચોરી કરતાં પહેલા ભાગ્યે જ વિચાર્યું હશે.

ચોરી કરવા આવેલી યુવતી સાથે થઈ ગયું મોયે-મોયે

એક યુવતી ઘરેણાં જોવાના બહાને જ્વેલર્સની દુકાનમાં પહોંચી હતી. જે બાદ તેણીએ દુકાનદારને કેટલાક ઘરેણાં બતાવવા કહ્યું હતું. દુકાનદારે તેને એક પછી એક ઘરેણાં બતાવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ દુકાનદારનું ધ્યાન તેની દુકાનમાં પડેલા દાગીનાના ટુકડા પર ગયું અને તે તેને સેટ કરવા ગયો. એ જ સમયે યુવતીએ તક જોઈને ચોરી કરવાનું વિચાર્યું. તેણીએ થેલીમાંથી સ્પ્રે કાઢીને દુકાનદારની આંખ પર છાંટવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્પ્રે દુકાનદારની આંખમાં ન વાગ્યો અને છોકરીની આ હરકતથી દુકાનદાર તરત જ સતર્ક થઈ ગયો. સ્પ્રેથી બચીને દુકાનદારે તરત જ આ યુવતીને પકડી પાડી અને દુકાનની અંદર જ માર મારવા લાગ્યો.

ઘટનાનો વીડિયો સીસીટીવીમાં થયો રેકોર્ડ

આ સમગ્ર ઘટનાનો વીડિયો દુકાનમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે બાદ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રકાશ ચૌધરી નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

લોકોએ વીડોયો જોઈ યુવતીની લીધી મજા

વીડિયો વાયરલ થતાં ઘણા લોકોએ ટિપ્પણી કરીને યુવતીની મજા લીધી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે દીદીએ ચાઈનીઝ સ્પ્રે ખરીદી લીધું હશે.’ બીજાએ લખ્યું, ‘હવે તો ચોરી કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે, નકલી સ્પ્રે બનાવનારાઓએ તેમનો ધંધો બરબાદ કરી નાખ્યો છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘ક્યા હી ચોરી કર પાઓગી દીદી, આપસે ન હો પાએગા.’

આ પણ વાંચો: કચ્છ: માતાની દીકરી પર ક્રૂરતા, ગળુ દબાવી તાવેતાથી માર મારતા ફરિયાદ થઇ

Back to top button