ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ ખુલાસો કર્યો

  • વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા
  • હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા
  • નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે

અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરી ખુલાસો કર્યો છે. જેમાં યુવતીએ કહ્યું હું ખુશ છું, મારી મરજીથી લગ્ન કર્યા છે, મને જીવવા દો, તેમજ માતા-પિતા પર આરોપ લગાવ્યા છે.

વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા

વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. એમ કહેતાં સમગ્ર ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું.

લગ્ન માટે 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી

વીડિયોમાં યુવતી કહેતી જોવા મળે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું. આ લગ્ન માટે 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા માતા પિતા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી રહ્યા છે કે હું ઘરેથી દાગીના વગેરે લઈને ભાગી છું તે ખોટું છે. હું બાય ફ્લાઇટ આવી છું ત્યાં ચેકિંગ સમયના સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો, તેમાં સ્પષ્ટ દેખાઈ જશે કે હું ઘરેથી શું-શું સામાન લઈને ભાગી છું.

હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા

મે મહિનાના અંતમાં તેમણે મને ખૂબ મારી હતી અને જેથી મદદ માટે હું મારા એક મિત્રના ઘરે જતી રહી હતી અને ત્યાંથી પાછા ઘરે લઈ ગયા હતા. ઘરે પાછા ફરતાં એજ વસ્તુઓ રીપીટ થવા લાગી હતી. તે મારવાની અને બળજબરીપૂર્વક લગ્ન કરવાની ધમકી આપતા હતા. અમે માતા પિતા છીએ તો અમે ગમે તે કરી શકીએ. જેથી મને લાગ્યું કે અહીં મારા જિંદગી બરબાદ થઈ શકે છે. જેથી મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાંથી નીકળી ગઈ છું. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે.

શું છે સમગ્ર મામલો

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા. 9મી જાન્યુઆરીએ રાખી છે.

આ પણ વાંચો: અમદાવાદ: નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Back to top button