ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

સ્કૂટર પર સવાર બાળકીએ કેમેરા જોઈને આપ્યા ક્યૂટ પોઝ, વાયરલ વીડિયો જીતી લેશે તમારું દિલ, જૂઓ

Text To Speech
  • સોશિયલ મીડિયા પર હાલ એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી ચોક્કસ તમારો દિવસ બની જશે

HD ન્યૂઝ ડેસ્ક, 23 ઓગસ્ટ: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો અપલોડ થાય છે. કેટલાક ડાન્સ વીડિયો અપલોડ કરે છે જ્યારે અન્ય સોશિયલ મીડિયા પર તેમનું ટેલેન્ટ દર્શાવતા વીડિયો પોસ્ટ કરે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. આ તમામ વીડિયોમાંથી અનોખા અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળેલી છોકરીનો પોઝ અને માસૂમિયત જોઈને તમે તમારું દિલ હારી બેસસો. તો ચાલો વિગતે જણાવીએ કે વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું.

બાળકીનો વીડિયો થઈ ગયો વાયરલ

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરી તેના પિતા સાથે સ્કૂટર પર ક્યાંક જઈ રહી છે. છોકરી સીટ પર ઊંધી બેઠી છે. જ્યારે તે જૂએ છે કે કોઈ વીડિયો બનાવી રહ્યું છે, ત્યારે તે ખૂબ જ ક્યૂટ પોઝ આપવા લાગે છે. આ દરમિયાન બાળકીનો ચહેરો ખૂબ જ ક્યૂટ લાગે છે. છોકરી પણ હસતી પોઝ આપે છે જે કેમેરામાં રેકોર્ડ થાય છે. 17 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @terakyalenadena નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘દિવસનો શ્રેષ્ઠ વીડિયો.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 16 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- દિલને સ્પર્શવા વાળો વીડિયો. અન્ય યુઝરે લખ્યું- ખરેખર ખૂબ જ ક્યૂટ. ત્રીજા યુઝરે લખ્યું – તે ક્યૂટ પોઝ આપી રહી છે. એક યુઝરે લખ્યું- આ વીડિયોએ ચોક્કસથી મારો દિવસ બનાવ્યો.

આ પણ વાંચો: મનુ ભાકરના ડાન્સના દિવાના થયા ફેન્સ: વાયરલ વીડિયોમાં દેખાઈ કેટરીના કૈફની સ્ટાઈલ, જૂઓ

Back to top button