ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં એક છોકરીએ પરિવારના 13 લોકોની હત્યા કરી, હવે રહસ્ય ખુલ્યું

Text To Speech

કરાચી, પાકિસ્તાન – 7  ઓકટોબર :  પાકિસ્તાન પોલીસે એક દિલધડક ઘટનાનો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પરિવારના 13 સભ્યોની હત્યાના આરોપમાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે યુવતીનો પરિવાર તેની મરજી મુજબ તેની સાથે લગ્ન માટે તૈયાર નહોતો, જે આ ભયાનક ઘટનાનું કારણ બન્યું.

પ્રેમી સાથે કાવતરું ઘડ્યું
પોલીસે જણાવ્યું કે આ હત્યા 19 ઓગસ્ટના રોજ ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે છોકરી જ્યારે તેના પરિવારે તેને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પછી યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના માતા-પિતા સહિત પરિવારના સભ્યોને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો
ખૈરપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી ઇનાયત શાહે કહ્યું, “ભોજન કર્યા પછી, તમામ 13 સભ્યો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તે બધાના મૃત્યુ થયા.” જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ લોકોનું  મૃત્યુ ઝેરી ખોરાકના કારણે થયું છે.

પોલીસ અધિકારીએ શું કહ્યું?
ઇનાયત શાહે એમ પણ કહ્યું હતું કે, “છોકરી ગુસ્સામાં હતી કારણકે તેનો પરિવાર તેની પસંદથી છોકરા સાથે લગ્ન કરાવી આપવા તૈયાર ન હતા” તેમણે કહ્યું, ‘છોકરીએ પ્રેમી સાથે મળીને ઝેર આપવાની વાત સ્વીકારી છે’

આ પણ વાંચો : 75 વર્ષની ઉંમરે 2 કલાકની નૃત્ય નાટિકા, હેમા માલિનીનું પાવરપેક પફોર્મન્સ

Back to top button