કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢની યુવતી માતા-પિતાને ઘેની દવાવાળું ભોજન કરાવી મોબાઈલ, ATM લઈ ભાગી ગઈ

Text To Speech

જુનાગઢના મોતીબાગ વિસ્તારમાં રહેતી એક યુવતી તા.7ના બપોરે રોટલીમાં ધેનની દવા ભેળવી માતા-પિતાને ખવડાવ્યા બાદ તમામ મોબાઇલ ફોન, એટીએેમ, ક્રેડીટ કાર્ડ લઇને ધરેથી જતી રહી હતી. આ બાબતથી ચિંતાગ્રસ્ત પરિવારજનોએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવતીનું લોકેશન રાજકોટમાં મળ્યું હતું

મળતી માહીતી મુજબ શહેરના મોતીબાગ નજીક આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી શૈલીબેન ચિત્રે નામની 21 વર્ષની યુવતીએ ગત તા.7ના બપોરે રોટલીમાં ધેનની દવા નાખી માતા-પિતાને ખવડાવી હતી. ધેનની અસરના કારણે માતા-પિતા ઉંધી ગયા બાદ આ યુવતી ધરમાંથી તમામ મોબાઇલ ફોન અને સાત એટીએમ તથા ક્રેડીટ કાર્ડ લઇને જતી રહી હતી. આ કાર્ડમાંથી અનેક ટ્રાન્ઝેક્શન થયા છે. પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરતા તા.7ના આ યુવતીનું મોબાઇલ લોકેશન રાજકોટ માધાપર ચોકડી નજીક આવ્યું હતું.

યુવતી રાયબરેલી ગયાનું અનુમાન

આ યુવતીના ટ્રાન્ઝેક્શન મુજબ તેણી ફ્લાઇટમાં રાયરબરેલી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.વાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. છેલ્લે રાજકોટનું લોકેશન આવ્યું હતું. મોબાઇલ અને એટીએમ તેમજ ક્રેડીટ કાર્ડના ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ કરવામાં આવી રહી છે. યુવતીના ધરના તમામ મોબાઇલ ફોન લઇ જતા પરિવારજનોએ સંપર્ક કરવા ધરના લેન્ડલાઇન ફોન પર જ આધાર રાખવો પડી રહ્યો છે. આ યુવતી કોઇની સાથે ગઇ છે એકલી ગઇ છે તે બાબતને લઇ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ ધટનાથી હાલ પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.

Back to top button