ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના કલ્યાણપુરા રેલવે ફાટક પાસે યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

Text To Speech

બનાસકાંઠા 01 જુલાઈ 2024 : ડીસાના કલ્યાણપુરા ગામ નજીક રેલ્વે ફાટક પાસે 30 વર્ષીય યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

પાલનપુર-ગાંધીધામ રેલ્વે લાઇન પર ડીસાના કલ્યાણપુરા પાટીયા પાસે આવેલી રેલ્વે ફાટક પાસે આજે બપોરે એક યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ રેલ્વે પોલીસને કરાતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરતા મહિલાની ઓળખ કરાતા તે જોસનાબેન ચેતનકુમાર સાંખલા (માળી) અને ડીસાના ભોયણ ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જોસનાબેનનું પિયર ડીસા તાલુકાના કાંટ ગામે થાય છે. તેઓએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. તેઓની લાશની પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી તેમના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે રેલ્વે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ડ્રાઈવરે કાબુ ગુમાવતા દાહોદ જઈ રહેલી ST બસ પલટી, 5 મુસાફરો ઈજાગ્રસ્ત

Back to top button