મનોરંજન

મહાશિવરાત્રી પર ચાહકોને ભેટ, પ્રભાસ-દીપિકાએ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટનું કર્યું એલાન

Text To Speech

‘પઠાણ’થી ધૂમ મચાવનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ તેના ચાહકોને બીજી ભેટ આપવા જઈ રહી છે. આજે મહાશિવરાત્રીના અવસર પર દીપિકાએ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં દીપિકા, પ્રભાસ, અને બિગ-બી સાથે જોવા મળી રહ્યા છે. જેના કારણે આ ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રોજેક્ટ K ફિલ્મ-humdekhengenews

‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટ અને ફિલ્મનું પહેલું પોસ્ટર થયુ રીલીઝ

બોલિવૂડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘પઠાણ’ સાથે નવા રેકોર્ડ બનાવનાર અભિનેત્રી ટૂંક સમયમાં જ તેના ચાહકોને વધુ એક ટ્રીટ આપવા જઈ રહી છે. આજે મહાશિવરાત્રીના અવસર પર ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટ અને ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

12 જાન્યુઆરી 2024ના રોજ ફિલ્મ થશે રીલીઝ

દીપિકા પાદુકોણ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘પઠાણ‘ને લઇને ચર્ચામાં છે. ત્યારે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ હાલ પોતાની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ને લઇને ચર્ચામાં છે. ત્યારે આ બંન્નેએ પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટનું એલાન કરી દીધું છે. આ બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું આ પોસ્ટર શેર કર્યું છે. તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતુ જેમાં અમિતાભે મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી સાથે આ ફિલ્મના પોસ્ટરમાં રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં રિલીઝ ડેટ 12 જાન્યુઆરી, 2024 લખેલી છે.

દીપિકા પાદુકોણે શેર કર્યું પોસ્ટર

દીપિકા પાદુકોણે પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, ‘પ્રોજેક્ટ કે 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હેપ્પી મહાશિવરાત્રી.’ સાથે જ પોસ્ટરના નીચે લખ્યુ હતું-દુનિયા રાહ જોઈ રહી છે.

ફિલ્મમાં દીપિકા, પ્રભાસ સાથે બિગ બી પણ જોવા મળશે

આ ફિલ્મ નાગ અશ્વિન ડાયરેક્ટ કરશે અને તે 2 ભાગમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો : Zomatoની મોટી જાહેરાત, ડિલિવરી એજન્ટને માટે બનાવવામાં આવશે રેસ્ટ પોઈન્ટ, જાણો શું મળશે સુવિધા ?

Back to top button