ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના માનગઢ ખાતે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું, ચૈતર વસાવાએ હુંકાર કરતાં કહ્યું કે ભીલપ્રદેશ બનાવીને જ રહીશું

Text To Speech
  • ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદીવાસીઓને ભેગા કરી ભીલપ્રદેશ બનાવીને જ રહીશું: ચૈતર વસાવા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: રાજસ્થાનના માનગઢ ખાતે ભીલ પ્રદેશ સંસ્કૃતિ મહાસંમેલનમાં અલગ ભીલ પ્રદેશની માંગ ઊઠી હતી. આ સંમેલનમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા અને દક્ષિણ ગુજરાત માંથી આદીવાસીઓ પહોંચ્યા હતા. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો કે આવનારા દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદીવાસીઓને ભેગા કરી ભીલપ્રદેશ બનાવીને જ રહીશું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયાં બાદ તુરંત અલગ ભીલપ્રદેશની જુંબેશ ઉપાડી છે.

આદીવાસીઓને ભેગા કરી ભીલપ્રદેશ બનાવીને જ રહીશું: ધારાસભ્ય ચૈતર વસાવા

ભીલ પ્રદેશ સંસ્કૃતિ મહાસંમેલનમાં ઉપસ્થિત આદિવાસી આગેવાનોને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદીવાસીઓને ભેગા કરી ભીલપ્રદેશ બનાવીને જ રહીશું. વધુમાં જણાવ્યું હતું કે આદીવાસીઓ દેશનાં માલિક છે એ વાત સાચી પણ આદિવાસી સમાજ જાગૃત નથી એ દુઃખદ બાબત છે. આદિવાસી સમાજ આજે જાગૃત નથી એટલે જ દેશનાં મહામહિમ રાષ્ટ્રપતિને સંસદ ભવનના ઉદ્ઘાટનમા બોલાવાયા નથી, રાષ્ટ્રપતિ આદીવાસી હોવાને લીધે જ એમને જગન્નાથપુરી મંદીરના ગર્ભગૃહમાં પ્રવેશ ન અપાયો. આજે એક આદિવાસી પર મુત્ર વિસર્જન કરી ખુશી મનાવાઈ રહી છે. આ બધુ એ સાબિત કરે છે કે આદિવાસી સમાજ જાગૃત નથી પણ સુઈ રહ્યો છે.

રાજસ્થાનના માનગઢ ખાતે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું, ચૈતર વસાવાએ હુંકાર કરતાં કહ્યું કે ભીલપ્રદેશ બનાવીને જ રહીશું

પીએમ મોદીના નિવેદન પર કરી ટિપ્પણી:

UCC મુદ્દે પીએમ મોદીએ એવું નિવેદન આપ્યું હતું કે એક પરીવારમાં બે કાયદા ન હોવા જોઈએ ત્યારે એ મુદ્દે ટિપ્પણી કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પીએમ મોદીને કોઈ પરિવાર નથી એટલે એમને એવું બોલવું ન જોઈએ. મોદીને એ ખબર હોવી જોઈએ કે પરિવારમાં એક પત્ની અને બાળક પણ હોય છે. આમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક આક્ષેપો કરી અલગ ભીલપ્રદેશની માગ કરી છે.

આ પણ વાંચો: રાજકોટમાં દિવસે ખાનગી બસો પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Back to top button