મોરબી સીટી મોલ પાસે ગેસ લીક થતા આગ ભભૂકી
મોરબીના આજે ગેસ લીક થતા ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં ભક્તિનગર સર્કલ નજીક આવેલ સીટી મોલની બાજુમાં એક ખાલી વરંડામાંથી પસાર થતી ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું અને ગેસ લીક થતા આગ ભભૂકી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, તેને લપટો ઉંચી હતી કે ઓવરબ્રિજ સુધી તેની લપટો જોવા મળી હતી. જેને પગલે ઓવરબ્રિજ પરથી પસાર થતાં રાહદારીઓ અને તેની બાજુમાં આવેલ કોમ્પલેક્ષના રહેલા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : અંબાજીમાં ફરી શરૂ થશે મોહનથાળ? હર્ષ સંઘવીએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક
ભીષણ આગને પગલે દુર-દુર સુધી ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ગેસ કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ મામલે ગેસ કંપનીના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ શું છે તેની ચોક્કસ માહિતી હાલ પ્રાપ્ત થઈ નથી. તેનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.
નોંધનીય છે કે, હાઈવે પર આગ લાગી હોવાથી ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જેને પગલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકનો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક દુર કર્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.