સરકારી નોકરીના નામે ગુજરાતના 4 હજારથી વધુ લોકો ભોગ બન્યા
- ન્યૂ દિલ્હીમાં ભરતીની જાહેરાતો આપી કૌભાંડ આચર્યું
- જાહેરાત સુરતની એડ એજન્સી મારફતે ન્યૂઝ પેપરમાં આપતા
- આ કૌભાંડમાં ગુજરાતના 4 હજારની વધુ લોકો ભોગ બન્યા
જો જો જોબની લાલચમાં ના ફસાતા, ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીના નામે રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ છે. જેમાં સરકારી નોકરીના નામે રૂપિયા પડાવતી દિલ્હીની ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા છે. તેમાં ડુપ્લિકેટ વેબસાઈટથી છેતરપિંડીનું દેશવ્યાપી રેકેટ પકડાયું છે.
આ પણ વાંચો: ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદનો માર, જાણો કયા સૌથી વધુ પડ્યુ માવઠુ
ન્યૂ દિલ્હીમાં ભરતીની જાહેરાતો આપી કૌભાંડ આચર્યું
સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીમાં ભરતીની જાહેરાતો આપી કૌભાંડ આચર્યું હતુ. તેમજ નોઈડામાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા મનોજે વેબસાઇટ ડેવલપ કરી હતી. સરકારી નોકરીની ન્યૂઝ પેપરમાં જાહેરાતો આપીને દેશભરના અનેક રાજ્યોમાં નાગરિકો સાથે છેતરપિંડી આચરનારી દિલ્હી ગેંગના ત્રણ શખ્સોને દિલ્હીથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી સરકારી ભરતીની જાહેરાત મૂકતા હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, બંગાળ સહિતના રાજ્યોના લોકો પાસેથી ફી પેટે રૂપિયા 2,450 વસૂલવામાં આવતા અને ટ્રેનિંગ આપવામાં આવશે તેમ કહીને ઠગાઈ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ, લેપટોપ સહિત કુલ રૂ. 48 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જાહેરાત સુરતની એડ એજન્સી મારફતે ન્યૂઝ પેપરમાં આપતા
નોકરી આપવાની લાલચ આપની દેશભરના લોકો પાસેથી ઠગાઈ આચરતી દિલ્હીના ગેંગના 49 વર્ષના અકરમ તુર્ક, 52 વર્ષના મનોજકુમાર શર્મા અને 55 વર્ષના શિવશંકર અવસ્થીને ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપ્યા છે. ત્રણેય આરોપીઓ દિલ્હી અને ઉતરપ્રદેશના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ સરકારી વિભાગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી હતી, તેમાં ભરતી કરવાની છે તે મુજબની માહિતી મૂકતા હતા. આ અંગેની જાહેરાત સુરતની એડ એજન્સી મારફતે ન્યૂઝ પેપરમાં આપતા હતા તથા સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફેર્મ પર પોસ્ટ કરતા હતા. ત્યારબાદ આ ઠગ ટોળકીના ઓફ્સિમાંથી ઉમેદવારોને ફોન કરવામાં આવતો હતો અને રજિસ્ટ્રેશન તથા ટ્રેનિંગ માટે રૂપિયા 2,450 જમા કરવાનું કહેવાતું હતું. ઠગ ટોળકીએ આ પ્રકારે અત્યાર સુધીમાં સાત હજારથી વધુ લોકો પાસેથી રૂપિયા 25 લાખ પડાવી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં ગુજરાતના 4 હજારથી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.