ગુજરાતના લગ્ન વાંચ્છુક યુવકો સાવધાન, લૂંટેરી દુલ્હન સાથે દલાલોની ગેંગ સક્રિય
- કૌશરબાનુ કાન્મીનું રિન્કલ અનીલભાઇ પંડયા નામનું ખોટું આધારકાર્ડ બનાવ્યું
- પોલીસે લૂંટેરી દુલ્હન – દલાલ સહિત 4ને પકડી પાડયા છે
- લગ્ન વાંચ્છુક યુવાન અજય પાસેથી કુલ રૂ.1,24,000 લઇ લીધા
ગુજરાતમાંથી લગ્ન વાંચ્છુક યુવકો સાથે લગ્ન કરાવીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ છે. જેમાં સૂત્રાપાડામાં લગ્ન વાંચ્છુક યુવકો સાથે લગ્ન કરાવીને છેતરપિંડી કરી છે. તેમાં ખોટા દસ્તાવેજ અને ખોટું નામ ધારણ કર્યું હતુ. તેમજ વિધર્મીના બદલે હિંદુની ઓળખ આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતની લોકઅદાલતમાં 4,64,919 કેસોનો નિકાલ થયો, જાણો કેટલા કરોડનું વળતર ચૂકવાયું
પોલીસે લૂંટેરી દુલ્હન – દલાલ સહિત 4ને પકડી પાડયા છે
પોલીસે લૂંટેરી દુલ્હન – દલાલ સહિત 4ને પકડી પાડયા છે. તેમજ મુખ્ય સૂત્રધાર રાજકોટનો શખ્સ સહિત બે હજુ ફરાર છે. સુત્રાપાડામાં દલાલ મારફ્ત ખોટા દસ્તાવેજ અને ખોટું નામ ધારણ કરી તેમજ વિધર્મી યુવતીએ હિન્દુની ઓળખ આપી એક યુવક સાથે લગ્ન કર્યા બાદ દસ દિવસમાં જ ભાગી છૂટી હતી. ગિર સોમનાથ જિલ્લા એએસપી જિતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે સુત્રાપાડા પોલીસમાં મુજબનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં ફરિયાદી અજયભાઇ કાનાભાઇ સોલંકીએ લગ્ન કરવા માટે દલાલનો સંપર્ક કર્યો હતો.
કૌશરબાનુ કાન્મીનું રિન્કલ અનીલભાઇ પંડયા નામનું ખોટું આધારકાર્ડ બનાવ્યું
દલાલ નરસિંગભાઇ ઓઘડભાઇ વાજા રહે. સૂત્રાપાડા, શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી, રહે.જુનાગઢ, દીપકભાઇ હીરાલાલ નાગદેવ રહે.જૂનાગઢ, રિયાજ કરીમભાઇ મીરજા રહે.રાજકોટ તથા કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજા રહે. રાજકોટએ કાવતરૂ કરી આ લગ્ન વાંચ્છુક યુવાન અજય પાસેથી કુલ રૂ.1,24,000 લઇ દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનુ અશરફ્ યુસુફ્ કાન્મીનું રિન્કલ અનીલભાઇ પંડયા નામનું ખોટું આધારકાર્ડ તથા લિવિંગ સર્ટી બનાવી, ખોટો દસ્તાવેજ ઉભો કરી, નોટરી મારફ્ત અમરેલી જિલ્લાના બાંટવા દેવળી ગ્રામપંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી હતી. જેમાં તમામ દલાલોએ સાક્ષી તરીકે સહી કરી આપી હતી. આ કૌશરબાનું હરણાસા ગામે ઘરે 10 દિવસ રોકાયા બાદ ફરાર થઈ જતા યુવાને આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી.