ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

1200 લોકોના બેંક ખાતા ભાડા પર લઈને છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઈ

  • કાનપુરમાં એક ગેંગ છે જેણે બેંક ખાતા ભાડે લઈને કરોડોની છેતરપિંડી કરી હતી.
  • આ ટોળકીએ લગભગ 1200 લોકોના બેંક ખાતા દ્વારા કરોડોની છેતરપિંડી કરી છે.

કાનપુર, 30 નવેમ્બર: તમે છેતરપિંડી કરવાની અવનવી રીતો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ કાનપુરમાં એક એવી ગેંગ છે જેણે બેંક ખાતા ભાડે લઈને કરોડોની છેતરપિંડી કરી છે. આ ટોળકીએ લગભગ 1200 લોકોના બેંક ખાતા દ્વારા કરોડોની છેતરપિંડી કરી છે. આ આરોપીઓ લોકોના સેવિંગ બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા. પછી તે આ ખાતાઓમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતા હતા. આ પછી રકમનો અમુક હિસ્સો એવા લોકોને આપતા હતા જેમના ખાતામાં તેઓ પૈસા મોકલતા હતા.

ભાડા પર બેંક ખાતા લઈને છેતરપિંડી કરતી આ ટોળકી કાનપુરમાંથી ઝડપાઈ છે. આ મામલે બેંગ્લોરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંગ્લોર પોલીસે કોહના પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને કાર્યવાહી કરીને, બેંક ખાતાઓ ભાડે લઈને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ રીતે ખુલ્યું રહસ્ય

પોલીસને માહિતી મળી હતી કે 17 નવેમ્બર, 2023ના રોજ હાલસી રોડ સ્થિત ICICI બેંકમાં કરન્ટ એકાઉન્ટમાં 1 કરોડ 20 લાખ રૂપિયા જમા થયા હતા. આ 1 કરોડ 20 લાખ રૂપિયામાંથી 1 કરોડ 11 લાખ રૂપિયા જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ માહિતીના આધારે કોહના પોલીસ સ્ટેશનની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. પોલીસે શુભમ તિવારી અને શિવમ યાદવ નામના બે આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. જેમાં આ લોકો બેંક ખાતાધારકો પાસે OTP પિન માંગીને છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ છેતરપિંડીની રકમ ચાલુ ખાતામાં જમા કરતા હતા. આ પછી તેઓ તે રકમ ભાડે લીધેલા બચત ખાતામાં ટ્રાન્સફર કરતા હતા. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે, આ લોકોએ લગભગ 1200 લોકોના સેવિંગ એકાઉન્ટ ભાડે લઇને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવાનું કામ કર્યું હતું.

પોલીસ આરોપીઓને બેંગ્લોર લઈ ગઈ

જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ જણાવ્યું હતું કે, કોહના પોલીસ સ્ટેશનમાં બેંગ્લોર સિટી પોલીસ સ્ટેશન વિદ્યારણ્યમાંથી ફોન આવ્યા બાદ માહિતી મળી હતી કે ઓટીપી માંગીને ત્યાં રહેતી એક મહિલા સાથે 4,24,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. બેંગ્લોર પોલીસ કાનપુર પહોંચી અને બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે. પરંતુ હવે સવાલ એ પણ ઊભો થાય છે કે જે લોકોના ખાતામાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમની સામે પગલાં લેવા જોઈએ કે કેમ? કારણ કે તે લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે પોતાના ખાતા આરોપીઓને ભાડા પર આપતા હતા.

આ પણ વાંચો, ગુજરાતની નગરપાલિકામાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તન થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો

Back to top button