અમદાવાદ: ઓટો રીક્ષામાં બેસાડી પેસેન્જરનો સામાન ચોરી કરતી ગેંગ તેમજ 2 વર્ષથી વાહન ચોરીમાં ફરાર એકની ધરપકડ
અમદાવાદ 27 જૂન 2024 : અમદાવાદ તેમજ પાટનગર ગાંધીનગરમાં અવાર નવાર બનતી ચોરીની ઘટનાઓને નાથવા માટે સ્થાનિક પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ઘણા કેસો હોય એવા હોય છે કે જે સોલ્વ ન થતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. તેવા જ વધુ બે કેસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યા છે. જેમાં ઓટો રિક્ષામાં પેસેન્જરોની નજર ચુકવી કિંમતી સામાન ચોરી કરતી કુલ 4 ઇસમોની ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં અગાઉ નોંધાયેલા લૂંટના ગુનામાં એકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષામાં બેસાડી ચાલાકીથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
પોલીસ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ અગાઉ એક ચાલાક ટુકડી દ્વારા પેસેન્જરને રિક્ષામાં બેસાડી 48 હજાર રોકડા તથા સામાન ચોરી કરવાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરતા બાતમીદારોની મદદથી વોચ ગોઠવી કુલ 4 ઈસમોને ક્રાઈમ વખતે વપરાયેલી રીક્ષા સહિત વસ્ત્રાલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમના નામ સરો ઉર્ફે બલ્ટ્સ અંન્સારી, મોહસીન ઉર્ફે માંજરો મેમણ, ફૈઝલખાન પઠાન અને ફારુકખાન પઠાન છે જેમાંથી ત્રણ આરોપીઓ અમદાવાદના અને એક સુરતનો રહેવાસી છે.
22 વર્ષીય યુવક 2 વર્ષથી ચોરીના ગુનામાં ભાગતો રહ્યો
અમદાવાદનાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં મોબાઇલની લૂંટ તથા વાહન ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસથી છટકતો ફરતો જે મૂળ ડુંગરપુર રાજસ્થાનનો વતની સોહન નગજી બોડાત (ડામોર) જે હાલ અમદાવાદના વાળીનાથ ચોક મેમનગરમાં રહેતો હતો. જેની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરનાં તેનાં રહેઠાણથી તેને દબોચ્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી હતી
આ પણ વાંચો : અમદાવાદ: 22 વર્ષીય યુવતી સહિત 2 ની બનાવટી પાસપોર્ટ અંગે ધરપકડ