ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર ટોળકીનો થયો પર્દાફાશ
- આંતરરાજ્ય દારૂની હેરાફેરીનું નેટવર્ક સામે આવ્યું છે
- બિશ્નોઇ ગેંગના નેટવર્કથી ચાલતી દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડ્યું
- ટ્રકમાંથી 400થી વધુ દારૂની બોટલો ભરેલી પેટી ઝડપાઈ
આંતરરાજ્યમાં દારૂની સપ્લાય કરતી ટોળકી વડોદરામાંથી ઝડપાઈ છે. જેમાં જાંબુઆ હાઇવે પરથી ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તથા ટ્રકમાંથી 400થી વધુ દારૂની બોટલો ભરેલી પેટી ઝડપાઈ છે. જેમાં અંદાજે 24 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: પીજી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
આંતરરાજ્ય દારૂની હેરાફેરીનું નેટવર્ક સામે આવ્યું છે
આંતરરાજ્યમાં દારૂના સપ્લાયની મોટી ઘટના સામે આવી છે. જેમાં બિશ્નોઇ ગેંગના નેટવર્કથી ચાલતી દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડ્યું છે. વડોદરા પીસીબીને ટીમે 24.34 લાખના દારૂ સહિત કુલ 34.49 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે અને એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ અંગે વડોદરા પીસીબીને બાતમી મળી હતી, જેમાં બિશ્નોઇ ગેંગનો અશોક બિશ્નોઇ, નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિશ્નોઇ અને રાજુરામ ખેરાજરામ બિશ્નોઇ પડદા પાછળ રહીને મોહિત સાથે મળીને હાલમાં આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરે છે.
આ પણ વાંચો: ગુજરાત: મનોકામના પૂર્ણ થતાં યુવાન ઉંધા પગે ચાલતાં પાવાગઢ ખાતે જવા નીકળ્યો
નાસિકથી વિદેશી દારૂનો જથ્થો લોડ કરીને અમદાવાદ પહોંચાડવાનો હતો
આરોપી મોહિતે એક કન્ટેનરમાં નાસિકથી વિદેશી દારૂનો જથ્થો લોડ કરીને અમદાવાદ પહોંચાડવા માટે દિનેશ બિશ્નોઇ નામના ડ્રાઇવરને રવાના કર્યો હતો. આ કન્ટનેર વડોદરા બાયપાસ નેશનલ હાઇવે નં-48 થઇને વહેલી સવારે પસાર થવાનું હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવીને માહિતી મુજબના કન્ટેનરને રોકીને તપાસ કરી હતી. આ વચ્ચે 24.34 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને કન્ટેનેરનો ચાલક દિનેશ જેનકરામ બિશ્નોઇ (રાવ) (રહે.રોહિલાપુરવ ગામ, તા. ઘોરીમન્ના, જિ.બાડમેર, રાજસ્થાન) ઝડપાઈ ગયો હતો. પીસીબીએ આરોપી દિનેશ અને વોન્ટેડ આરોપી મોહિત અને અશોક પુનમરામ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.