ગુજરાત

ગુજરાતમાં હોસ્પિટલો પાસે વોચ રાખી બિમારીથી પિડાતા દર્દીઓને છેતરતી ગેંગ સક્રિય

Text To Speech
  • દવામાં સોનું-ચાંદી તથા મોંઘી જડીબુટ્ટી નાંખવામાં આવે છે એમ કહી નાણાં ખંખેરાતા
  • આયુર્વેદિક દવાના નામે દર્દીઓને છેતરતી કર્ણાટકની કડુચી ગેંગ સક્રિય
  • કર્ણાટકની કડુચી ગેંગના સાગરિતને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો

ગુજરાતમાં હોસ્પિટલો પાસે વોચ રાખી બિમારીથી પિડાતા દર્દીઓને છેતરતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં આયુર્વેદિક દવાના નામે દર્દીઓને છેતરતી કર્ણાટકની કડુચી ગેંગનો સાગિરત પકડાયો છે. જેમાં દવામાં સોનું-ચાંદી તથા મોંઘી જડીબુટ્ટી નાંખવામાં આવે છે એમ કહી નાણાં ખંખેરાતા હતા. કર્ણાટકની કડુચી ગેંગના સાગરિતને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો 

કર્ણાટકની કડુચી ગેંગના સાગરિતને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો

આયુર્વેદિક દવાના નામે કિડની, થેલેસેમિયા જેવી ગંભીર બિમારીના દર્દીઓ સાથે છેતરપિંડી કરતી કર્ણાટકની કડુચી ગેંગના સાગરિતને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો. આ ટોળકીના સાગરિતો હોસ્પિટલો પાસે આંટાફેરા મારી ગંભીર બિમારીના દર્દીઓને ટાર્ગેટ કરતા હતા. મળતી વિગતો પ્રમાણે બંને કિડનીની બીમારીથી પીડિત કતારગામના યુવકને કિરણ હોસ્પિટલમાં ભેટી ગયેલા ગઠિયા આયુર્વેદિક જડીબુટ્ટીના નામે ભળતો પાઉડર પધરાવી રૂ.1.40 લાખ પડાવી ભાગી છૂટયા હતા. જે અંગે કતારગામ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે આ દિશામાં વર્કઆઉટ કર્યુ હતુ અને પીએસઆઇ પઢિયાર અને તેમની ટીમે આ ગુનામાં એક આરોપી દિલીપ કટપ્પા શાસ્ત્રીને અઠવાગેટથી પકડી પાડયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કરોડો રૂપિયાના સોપારી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો 

આરોપી દિલીપ કર્ણાટકની કડુચી ગેંગનો સાગરિત છે

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી દિલીપ કર્ણાટકની કડુચી ગેંગનો સાગરિત છે. આ ટોળકી ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેઓને આયુર્વેદિક દવાથી સારૂ થઇ જશે એવો વિશ્વાસ આપતા હતા. અલગ-અલગ સ્થળોએ એજન્ટો રાખી તેઓ હોસ્પિટલો પાસે આંટાફેરા મારી દર્દીઓને શોધતા હતા. દર્દીઓને વાતોમાં ભોળવી આયુર્વેદિક જડીબુટ્ટી, સોનું-ચાંદી દવામાં નાંખવામાં આવે છે એમ કહીં દવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લેવાતા હતા. તેઓ આયુર્વેદિક દવાનો સ્ટોર પણ હંગામી ધોરણે રાખતા હતા.

Back to top button