કેજરીવાલને દિલ્હીના CM પદ પરથી હટાવવા માટે AAPના જ પૂર્વ મંત્રીએ HCમાં દાખલ કરી અરજી
- ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદનો અધિકાર ગુમાવી દીધો છે: AAP પૂર્વ નેતા
નવી દિલ્હી, 7 એપ્રિલ: મુખ્યમંત્રીઅરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. ત્યારે આ કેસમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. AAPના પૂર્વ ધારાસભ્ય સંદીપ સિંહે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, ‘ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદનો અધિકાર ગુમાવી દીધો છે.’ સંદીપ કુમારે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની કાનૂની કાર્યવાહી કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ સમક્ષ આ કેસની સુનાવણી 8મી એપ્રિલે થવાની છે. તેમની અરજીમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા સંદીપ કુમારે દલીલ કરી છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની કથિત સંડોવણીને કારણે છે. કેજરીવાલ હવે બંધારણ હેઠળ મુખ્ય પ્રધાન તરીકેની તેમની ફરજો નિભાવવા માટે “અસક્ષમ” છે.
Another PIL filed in Delhi HC seeking removal of Arvind Kejriwal as Delhi Chief Minister.
HC has already refused to entertain two PIL on the issue.
The fresh PIL is by former AAP minister and MLA Sandeep Kumar. #DelhiHighCourt @ArvindKejriwal @AamAadmiParty pic.twitter.com/5zdjrKLQkx
— Bar & Bench (@barandbench) April 6, 2024
સંદીપ કુમારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા
સંદીપ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેજરીવાલની કેદ અને તેમની “અનુપલબ્ધતા” એ બંધારણીય માળખા માટે પડકાર છે, કારણ કે કોઈ મુખ્ય પ્રધાન બંધારણ મુજબ, જેલમાંથી અસરકારક રીતે કાર્ય કરી શકતા નથી. આ પિટિશન બંધારણની કલમ 239AA(4) ને પ્રકાશિત કરે છે, જે વિધાનસભાના અધિકારક્ષેત્રની અંદરની બાબતોમાં લેફ્ટનન્ટ ગવર્નરને મદદ કરવા અને સલાહ આપવામાં મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદની ભૂમિકાની રૂપરેખા આપે છે.
કેજરીવાલ વિરુદ્ધ પૂર્વ મંત્રીએ શું કહ્યું?
સંદીપ કુમાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં બંધારણની કલમ 239AA હેઠળ મુખ્યમંત્રી પદ પર રહેવાની તેમની સત્તા અને લાયકાત પર સવાલો ઉઠાવતા કેજરીવાલ વિરુદ્ધ અધિકાર વોરંટની રિટ જારી કરવાનો અનુરોધ કર્યો છે અને તપાસ કર્યા બાદ આ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે, જ્યારે આમ આદમી પાર્ટીના અન્ય નેતા સત્યેન્દ્ર જૈન પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. કેજરીવાલ જેલની અંદરથી સરકાર ચલાવી રહ્યા છે, જેના પર શાસક પક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે.
આ પણ જુઓ: PM મોદીનો આજે મધ્યપ્રદેશ, બંગાળ,બિહારમાં ચૂંટણી પ્રચાર: જબલપુરમાં કરશે રોડ શો