ગૌભકતો દ્વારા ગૌમાતાને નિરોગી બનાવા માટે યોજાઈ પગપાળા યાત્રા
પાલનપુર: બનાસકાંઠામાં લમ્પી વાયરસ રોગના કારણે અનેક ગાયો મોતને ભેટી રહી છે. તેમજ દુઃખથી કણસતી ગાયો રોગ મુક્ત બને તે માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં ગૌભકતો એ પગપાળા યાત્રા કરી બાબા રામદેવ પીરના મંદિરે નેજા ચઢાવ્યા હતાં.
ડીસા શહેરની એસ.સી.ડબલ્યુ. હાઈસ્કુલ ચાર રસ્તા પાસે આવેલ ગોગા મહારાજના મંદિર ખાતે રબારી સમાજના આગેવાન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ના અધ્યક્ષ સ્થાને અને ભુવાજી ગફુલભાઈ દેસાઈ, અમરતભાઈ અજાણા, બળદેવભાઈ રાયકા, પ્રભાતભાઈ દેસાઈ, પાચાભાઈ દેસાઈ, બાબુભાઈ બલોધર સહિતના આગેવાનો અને ગૌભકતોએ ગોગા મહારાજ ની આરતી કરી પગપાળા યાત્રા એ પ્રસ્થાન કર્યું હતું.
રબારી સમાજ ના આગેવાન ગોવાભાઈ રબારી રહ્યા હાજીર
પગપાળા યાત્રા ડીસાની એસ.સી.ડબલ્યુ. હાઈસ્કુલથી નિકળી જલારામ મંદિર સામે આવેલ બાબા રામદેવપીર મંદિરમાં બાબા રામદેવપીરના નેજા ચડાવીને પૂજા અર્ચના કરી હતી. અને ગૌમાતા પર આવી પડેલા લમ્પી વાઇરસ રોગથી પીડિત ગૌમાતા નિરોગી બને તેવી પ્રાર્થના ગૌભકતોએ કરી હતી.ગૌમાતા રોગથી મુક્ત થાય એના માટે ડીસા શહેરના બાબા રામદેવપીરની આ પગપાળા યાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.