ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં આજથી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ, રાજવી પરિવારના કૂક શાહી ભોજન પીરસશે

Text To Speech
  • 12 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રૂ. 50 એન્ટ્રી ફી રખાઈ
  • રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ
  • ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલગ અલગ થીમ ધરાવતા ત્રણ પેવેલિયન હશે

અમદાવાદમાં આજથી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. જેમાં લોકો રોયલ ફૂડની મજા માણી શકાશે. લીંબડી, ગોંડલ જેવા રાજવી પરિવારના કૂક શાહી ભોજન પીરસશે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલગ અલગ થીમ ધરાવતા ત્રણ પેવેલિયન હશે.

આ પણ વાંચો: ગુજરાત: 11 ક્ષેત્રોમાં ભાજપ નવા ચેહરા ચૂંટણીમાં ઉતારશે, જાણો કોને મળશે તક 

રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ

AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. શહેરીજનોને રોયલ ફૂડની મજા માણવાનો લહાવો મળશે. રોયલ પેવેલિયનમાં ભારત અને ગુજરાતના રાજા મહારાજાઓને રાજવી પરિવારમાં જે ભોજન પીરસાય છે તેવું ભોજન હશે. રોયલ પેવેલિયન ખાતે ડીનરની કિંમત રૂ. 3000 રહેશે. બાલાસિનોર ગોંડલ, લીંબડી ગ્વાલિયર જેવા રાજવી પરિવારો કે જેઓનું કિચન ઓફ્ ધ કિંગ કહેવાય છે તેવું રાજવી ભોજન તૈયાર કરનારા રસોઈયાઓ અને રાજા મહારાજાઓ હાજર રહેશે. રાજવી પરિવારના રસોઈયા દ્વારા શાહી ભોજન બનાવાશે. સ્પિરીચ્યુઅલ પેવેલિયન ખાતે લંચની કિંમત રૂ.1600 અને ડીનરની કિંમત રૂ. 1900 રહેશે. છેલ્લા દિવસે ફુલોની હોળી સાથે ડિનરની કિંમત રૂ. 2100 રહેશે. વેલનેસ પેવેલિયન ખાતે લંચની કિંમત રૂ. 2100 અને ડીનરની કિંમત રૂ.2700 રહેશે.

આ પણ વાંચો: આજે શિવરાત્રિમાં શક્કરિયાવાર: તહેવાર અને પર્વો અનુસાર વિવિધ ખાન-પાનનો મહિમા

12 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રૂ. 50 એન્ટ્રી ફી રખાઈ

આ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલગ અલગ થીમ ધરાવતા ત્રણ પેવેલિયન હશે. જેમાં લગભગ 450 લોકો લંચ અને ડીનર માણી શકશે. બપોરે 12થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેનાર આ ફૂડ ફેસ્ટિવલમાં ઇસ્કોન ગાંઠિયા, માણેક પિઝા – સેન્ડવિચ, અંબિકા દાળવડા, હેવમોર આઈસ્ક્રીમ જેવી પ્રખ્યાત બ્રાન્ડ સહિત રેડિસન બ્લુ, ક્રાઉન પ્લાઝા હોટલ, ITC નર્મદા હોટલ જેવી વિવિધ નામાંકિત હોટલોના ફૂડની મજા લોકો માણી શકશે. 12 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રૂ. 50 એન્ટ્રી ફી રખાઈ છે.

Back to top button