બોડેલીના વાલોઠી બામરોલી ગામે બે મકાનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં


બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ગામે આજે શનિવારે બે મકાનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે ઘરનો સામાન અનાજ સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. આ ઉપરાંત બનેલા આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
મળતી માહિતી મુજબ, બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ગામે ગોવર્ધભાઈ જેસીંગભાઈ રાઠવા અને ગોપાલભાઈ જેસીંગભાઇ રાઠવા આમ બન્ને ભાઈ પોતાના પરિવારના સાથે રહે છે, ત્યારે પરિવારના સભ્યો ખેતરમાં કામગીરી અર્થે ગયા હોઈ ઘરે કોઈ હાજર ન હતું.
ત્યારે અચાનક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે ગ્રામજનોએ આગ પર ઓલવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય મકાનમાં પણ આગ પ્રસરી જવા પામી હતી.
બનાવની જાણ ફાયર ફાઇટરને કરાતા જાંબુઘોડા અને છોટાઉદેપુરને થતા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ફાયર ફાઈટર આવે તે પહેલા બન્ને મકાન આગની ઝપેટમાં આવી ગયા હતા. જ્યારે ઉપરોક્ત બનેલા બનાવમાં બે મકાનો સહિત ઘરનો સામાન સહિત અનાજ ભસ્મીભૂત થઈ ગયો હતો. જ્યારે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. આ ઉપરાંત મકાનમાં આગ લાગવાનું કારણ અંકબંધ છે.