વડોદરાના નવા બજારમાં એક સાથે ત્રણ દુકાનોમાં આગ, લોકોમાં અફરા તફરીનો માહોલ
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના નવાબજારમાં એક સાથે ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને પગલે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
નવા બજારમાં એક સાથે ત્રણ દુકાનોમાં આગ
જાણકારી મુજબ વડોદરાના નવાબજારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં આજે આગ લાગી હતી. નવા બજારમાં લોકોની અવજ જવર વધારે રહેતી હોવાથી અહી આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ અહી એક સાથે ત્રણ દુકાનોમાં આગ લાગતા આસપાસની દુકાનોના માલિકો પણ બહાર નિકળી આવ્યા હતા.
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયો હતો. પરંતું બ્રિગેડને સ્થળ પર આવતા ભારે અડચણ પડી હતી. આ ઘટનાને પગલે અહી ભારે ટ્રિફક જામ પણ થઈ ગયો હતો. અને ઘટનાની ગંભીરતાને જોઈને અન્ય ફાયર વિભાગના સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો હતો. અને લગભગ બે કલાની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
નવા મેયર સહિતનો સ્ટાફ સ્થળે દોડી આવ્યો
આગની આ ઘટનાને પગલે નવા બનેલા મેયર તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને ફાયર બ્રિગેડને મદદરૂપ થઈ હતી.
ઘટનામાં જાનહાની નહીં
જો કે હાલ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. પરંતુ ત્રણ દુકાનોમાં આગ લાગતા દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમિત શાહની અમદાવાદને ભેટ, 96.81 કરોડના ખર્ચે તૈયાર થયેલ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ