ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસના એન્જિનમાં લાગી આગ, કોઈને ઈજા નહિ

Text To Speech
  • મહારાષ્ટ્રના થાણેમાં નાગરિક પરિવહનની બસમાં આગ લાગી
  • કોઈને ઈજા થઈ નથી

હાલ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી જ એક આગની ઘટના મહારાષ્ટ્રના થાણેમાંથી સામે આવી છે. જેમાં એક બસના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર,મહારાષ્ટ્ર થાણેમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ પાસે થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી.બસમાં 40-50 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે બસના એન્જિનમાં આગ લાગતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સમયસૂચકતા વાપરી મુસાફરોને બહાર કાઢી લીધા હતા. જેથી આ ઘટનામાં કોઈ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર,આ ઘટના થાણેના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વિસ્તાર પાસે બની હતી.થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસના એન્જિનના ડબ્બામાંથી આગ ફાટી નીકળી, બસ ડ્રાઇવરને એલાર્મ વગાડવાનું અને સવારના તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા જણાવ્યું. “40-50 મુસાફરો બસમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ તેઓ સમયસર વાહનમાંથી ઉતરી ગયા,” TMT અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, જિલ્લા કલેકટરને સોંપાઈ સત્તા

 

Back to top button