શ્રીનગરના દાલ સરોવરમાં આગ લાગી, કરોડોની સંપત્તિ બળીને રાખ
- એક હાઉસબોટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તે વિશાળ બની ગઈ હતી
- ઘાટ નંબર 9 પાસે આગ લાગી હતી
- પાંચ હાઉસબોટ અને 3 ઝૂંપડા બળીને રાખ
જમ્મુ–કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સવારે લાગેલી આગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર દાલ સરોવરમાં લાગેલી ભીષણ આગમાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. તમને જણાવી દઈએ કે શ્રીનગર શહેરના દાલ સરોવર પર હાઉસબોટ અને તરતા મહેલો છે.
#WATCH | Several houseboats were gutted in a fire in Srinagar’s Dal Lake last night pic.twitter.com/uDtuOQO9yw
— ANI (@ANI) November 11, 2023
ઘાટ નંબર 9 પાસે આગ લાગી હતી
દાલ સરોવરના ઘાટ નંબર 9 પાસે સવારે લગભગ 5.15 વાગ્યે આગ લાગી હતી.સૌપ્રથમ એક હાઉસબોટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું અને નજીકની અન્ય ઘણી હાઉસબોટને લપેટમાં લીધી હતી. જો કે આગની ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ સહિતની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કંઈ જાણવા મળ્યું નથી.
પાંચ હાઉસબોટ અને 3 ઝૂંપડા બળીને રાખ
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં ઓછામાં ઓછી પાંચ હાઉસબોટ અને ત્રણ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો, દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માત, 4 લોકોના કરૂણ મૃત્યુ