ભરુચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, ઘટનાને પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા


છેલ્લા કેટલાક દિવસથી આગ લાગવાની ઘટના વધી રહી છે. ત્યારે આજે ભરુચમાં એક દિવમાં બે જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે. ભરુચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરીનો માહેલ સર્જોયો હતો.
ભરૂચની WAXOILSઅને અંકલેશ્વરમાં સોલવન્ટના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. એક જ દિવસમા આ બંન્ને જગ્યાએ ભીષણ લાગતા લોકોમાં ભયનો માહેલ સર્જાયો હતો. આ બે ઘટનાઓમાં ભરૂચ ભોલાવમાં આવેલી 53 વર્ષ જૂની વેક્સ બાનવતી કંપનીમાં આગ લાગી હતી તો બીજી બાજુ અંકલેશ્વર GIDCમાં સોલ્વન્ટના ગોડાઉનમાં આગ લાગી હતી.
અંકલેશ્વરમાં સોલ્વન્ટના ગોડાઉનમાં આગ
અંકલેશ્વર GIDCમાં સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.અંકલેશ્વર GIDCમાં ETL ચોકડી નજીક સોલાવન્ટના ગોડાઉનમાં આ આગની ઘટના બની હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહેલ સર્જાયો હતો. આ ગોડાઉનમાં સોલ્વન્ટના જથ્થાને લઇ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ડીપીએમસીના ફાયર ફાઈટરો સાથે અન્ય કંપનીના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી જતા તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભરૂચ GIDCની કંપનીમાં આગ
ભરૂચ જીઆઇડીસીમાં ભોલાવમાં આવેલી કંપનીમાં પણ અચાનક આગ ફાટી નિકળી હતી. ભોલાવમાં વેક્સઓઈલ્સ નામની કંપનીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી આ આગના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગ્રેડને કરાતા 6 થી 7 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ કંપનીમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોકેમિકલ્સ અને વેક્સના કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો :કોરોનાની સંભવિત લહેર સામે લડવા તંત્ર તૈયાર, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કરાયા સજ્જ