વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાયરની દુકાનમાં લાગી આગ, દુકાનનો સામાન બળીને થયો ખાખ
વડોદરા, 5 નવેમ્બર, રાજ્યમાં દુવાસે અને દિવસે આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એક આગનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં નીલંબર સર્કલ પાસે આવેલ જય જલારામ નગર મહેતા ટાયર્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખરે ટીપી 13, વડીવાડી અને જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ભયાનક હોવાના કારણે ફાયર વિભાગે બે કલાક સુધી ભારેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ કયા કારણોસર લાગી છે, તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
વડોદરામાં વાસના ભાઈની ગોત્રી રોડ પર નિલંબન સર્કલ પાસે આવેલ જલારામ નગર સોસાયટી પાસે આવેલ મહેતા ટાયરની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ 11.15 કલાકે ફાયર વિભાગની કોલ આપવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વડોદરા ફાયર અન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવતાં પહેલાં વાસણા ફાયર સ્ટેશન સહિત ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડીઓ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વડોદરા ફાયર અન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવતાં પહેલાં વાસણા ફાયર સ્ટેશન સહિત ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડીઓ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટાયરનું મટિરિયલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે મોટી જાનહાની થઈ નથી, પરંતુ કેટલોક સામાન બળીને ખાખ થઈ ગયો છે. જે આગ સોસાયટીની વોલ સુઘી પ્રસરતા લોકો ભાયમાં મુકાયા હતા. આવા રહેણાંક વિસ્તારમાં આ રીતે ધંધો કરવો ખૂબ જ જોખમરૂપ છે.
આ પણ વાંચો…ગુજરાતના આ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો