ગુજરાત

ભચાઉના બટિયા ત્રણ રસ્તા પાસે ભંગારના વાડામાં આગ લાગી, સ્થાનિક લોકોએ કાબુમાં લીધી

Text To Speech

ભચાઉઃ આકારો તાપ વરસાવતો ઉનાળો જેમ જેમ તેની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે તેમ તેમ યેનકેન પ્રકારે જિલ્લામાં આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે ગાંધીધામમાં એક મકાન અંદર રાખેલા ભંગારમાં આગની ઘટના બાદ આજે સોમવારે ભચાઉના જાહેર માર્ગ પર બટિયા ત્રણ રસ્તા પાસે ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જોકે આગને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી કાબુમાં લઈ લીધી હતી. તેથી વધુ નુકશાન થતું અટક્યું હતું.

ભચાઉના બટિયા ત્રણ રસ્તા પાસે જાહેર માર્ગ પાસે એકઠાં કરાયેલા ભંગારમાં આજે સવારે 11 વાગ્યે અચાનક આગ લાગી હતી અને આગની જ્વાળાઓ આકાશ તરફ ઘણાં સમય સુધી ઊડતી રહી હતી. અહીંથી પસાર થતા વાહનો પણ ઘડીભર ઉભા રહી ગયા હતા. જોકે આગને બાદમાં આસપાસના લોકોએ પાણી વડે કાબુમાં લઈ લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button